November 24, 2024

મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બીજ વિતરણ કરવામાં આવ્યું …

Share to

ડી,એન, એસ, ન્યૂઝ ભરૂચ / 17-12-2021

પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે શાળાના બાળકોને મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાજપારડી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બીજ વિતરણ કરવામાં આવ્યું હતું. મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન ના કલસ્ટર મેનેજર વિકાસ વસાવા એ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન દેશના ૨૨ રાજ્યોમાં કાર્યરત છે. સાથે સાથે ગુજરાતમાં પણ બે તાલુકામાં મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન નું હાલ કાર્ય ચાલી રહ્યું છે. હાલ વિરમગામ તાલુકામાં મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન પાંચ હજાર બાળકો સાથે કામગીરી કરી રહી છે.

મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન નો મુખ્ય હેતુ રમતગમત દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુખ્ય ઉદ્દેશ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે બોલતા તેઓએ જણાવ્યું હતું કે અમે બાળકોના ઘરે ન્યુટ્રિશન ગાર્ડન વિકાસ કરવાના હેતુ સાથે બીજ વિતરણ કરીશું. વધુ માં બાળકોને પોષણયુક્ત આહાર તેઓ ના પોતાના ઘરેથી જ મળી રહે જેનાથી બાળકોના જીવનમાં તથા તેઓ ના સવાસ્થ માં પણ ફાયદો થઈ શકે એ અમારો મુખ્ય ધ્યેય છે. અમારૂ અભિયાન ઝઘડિયા તાલુકામાં ૪૯ શાળાઓમાં હાલ કાર્યરત છે. ૪૫૦ કિચન ગાર્ડન કરવાનું અમારૂ લક્ષ છે તેમ તેઓ દ્વારા જણાવામાં આવ્યું હતું …

#DNSNEWS


Share to

You may have missed