November 22, 2024

ઈનામી યોજના ના બહાને રૂપિયા 9 હજાર રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઇ જનાર ટોળકીને ઝડપી પાડતી રાજપીપળા પોલીસ

Share to

ઈકરામ મલેક:-નર્મદા

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના કમ્પાઉન્ડની બાજુમાં આવેલ શિવ સોસાયટીમાં રહેતા ફરિયાદી ભારતીબેન દેવેન્દ્રભાઈ વસાવાને આરોપીઓ દ્વારા ઇનામ ની લાલચ આપી સ્ક્રેચ કાર્ડ ની કૂપન ખરીદવા લોભ આપી અને લલચામણી વાતો કરી તમને 1.5 ટન નો A.C ઈનામ લાગ્યો હોવાની લોભામણી સ્કીમ આપી એ બદલ રૂપિયા 9000/- લઇ નાસી છૂટવાનો બનાવ બનતા છેતરપિંડી નો ભોગ બનેલી મહિલાએ રાજપીપળા પોલીસ મથકે ઈકો ગાડી લઈને આવેલા ત્રણ અજાણ્યા ઇસમો સામે છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપળા પોલીસ તાત્કાલિક રિપોર્ટ કરી નર્મદા જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે જઇ સીસીટીવી કેમેરાઓ ચેક કરતા સીસીટીવી કેમેરાની મદદથી તેઓને માહિતી મળેલ કે ફરિયાદી દ્વારા વર્ણન કરેલ ઈકો ગાડી સહિત ત્રણ ઈસમો કાળા ઘોડા તરફ આવતા ઈકો ગાડી ને અટકાવી ઊભી રખાવી પોલીસે તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી ઇનામી ડ્રો ની ટીકીટો તથા રોકડ સાથે મળી આવેલા આ કામના આરોપીઓ નું નામ પુછતાં આરોપી (1) મીનહાજ યુનુસ મન્સૂરી, રહે. રણ છોડ રાય મંદિર પાસે, સુરતી ભાગોળ, અંકલેશ્વર, (2) અબ્દુલ રહીમ ગુલામ નબી દિવાન, રહે.હાલ રહે. ભાગ્યદેવ સોસાયટી, અંકલેશ્વર, મૂળ રહે. કોહિનૂર સોસાયટી, આણંદ. જી.ખેડા, (3) અફઝલ યાકુબ મેમણ રહે. વેજલપુર, પરસીવાડ ભરૂચ ને પોલીસ સ્ટેશન લાવી તેઓ સામે વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


Share to