ઇકરામ મલેક: (રાજપીપળા)
ગત તારીખ 12-12-2021 ના નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના વેરિસલપુરા ગામે સીમમાં મા બપોર ના સમય દરમિયાન ઢોરો ચારતી વખતે એક 70 વર્ષીય વૃધ્ધા ને કોઈક અજાણ્યા ઈસમે માથામાં લાકડી ના ફટકા મારી મૌત નિપજાવી હત્યા કરી દેવાનો ગુનો રાજપીપળા પોલીસ મથકે નોંધાયો હતો. મહિલા ની હત્યા નો બનાવ બનતા ગ્રામજનો મા ભય વ્યાપી ગયો હતો, પણ મહિલા ની હત્યા કોણે ? અને કયા ઇરાદે કરવામાં આવી હતી એ અસ્પષ્ટ હતું. હત્યા નો બનાવ જોનાર કોઈ આઈ વિટનેસ ન હોવાથી પોલીસ માટે આ ગંભીર ગુના નો ભેદ ઉકેલવો મુશ્કેલ બન્યું હતું.
ત્યારે નર્મદા LCB ના પો.ઈ એ.એમ પટેલ ની ટિમ કામે લાગી હતી, અને હત્યા ના સ્થળ ની આજુબાજુ હત્યા ના સમયે કોઈપણ કામ અર્થે રહેલા કે ખેતર મા કામ કરતા કે ગાયો ચારતા ગોવાળો ને વિશ્વાસ માં લઇ ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ખામર ગામ નો હિંમત જેઠા વસાવા સામે હત્યા કરી હોવાની શંકા મજબૂત થઈ હતી, આથી પોલીસે આરોપી ને અટક મા લઈ આરોપી ને ત્રીજું નેત્ર ખોલતા જ આરોપી એ વટાણા વેરી નાખતા પોતાને સદર મહિલા સાથે ઝગડો થયો હોય ને માથા મા લાકડી ના ફટકા મારી દેતા મૌત નિપજાવ્યા ની કબૂલાત કરી લીધી હતી. જેથી આ કામ ના આરોપી ને ગુના ના કામેકાયદેસર ની કાર્યવાહી કરવા રાજપીપળા પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો