November 21, 2024

રાજપીપળા નગર ને ઘમરોળી રહેલું “વિકાસ નું ચક્રવાત”

Share to


ભૂગર્ભ ગટર યોજના એ આખા નગર ને ઉથલપાથલ કરી નાખતા, જન જીવન પ્રભાવિત બન્યું


વિકાસ કંઈ એમ ને એમ થોડું મળે? કઈંક તો ભોગ આપવોજ રહ્યો, એ ભોગ પછી લોકો ના સ્વાસ્થ્ય નો હોય કે હાડકાઓ નો!!


રોડ-રસ્તા ની હાલત જોઈ ને એવું લાગે છે કે જાણે ખેતર ના શેઢા ઉપર ચાલી રહ્યા હોય!!

ઇકરામ મલેક (રાજપીપળા)

રાજપીપળા નગરમાં ભૂગર્ભ ગટર યોજના ને કારણે ઠેર-ઠેર રસ્તાઓ અને ગલીઓ ખોદી નાખવામાં આવી છે એવું લાગે છે કે જાણે રસ્તો છે જ નથી ખેતરમાં ચાલતા હોય તેઓ આભાસ અને અનુભવ લોકોને થઈ રહ્યો છે. ટુ વ્હીલર વાહન ચાલકો પગે ચાલતા લોકો હાલે ફોરવીલ વાહનચાલકોને આ કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે ભૂગર્ભ ગટર યોજના જાણે કે એક ચક્રવાત બનીને આવી હોય તેમ આખા નગરને ઘમરોળી રહી છે લોકોનું સામાન્ય જીવન આ કારણથી ભારે પ્રભાવિત થયું છે રોજીંદી અવર જવર કરતા રસ્તાઓ ખાડાઓને કારણે માટીના ઢગલાને કારણે અવરજવર કરવા યોગ્ય રહ્યા નથી અને કેટલીક જગ્યાએ ફરજિયાત પણે રસ્તાઓ બંધ થઈ ગયા છે તેથી ટેવાયેલા લોકો વારંવાર અટવાઈ રહ્યા છે.

એક વખત રસ્તો ખોદી નાખ્યા પછી એને પૂર્વ સ્થિતીમાં કરવાની દરકાર તંત્ર લેતું નથી જેના કારણે વાહનચાલકો ખાડામાં પડવાના બનાવો બની રહ્યા છે વૃદ્ધો અને અશક્તો માટે આ પરિસ્થિતિ પીડાદાયક છે કારણ કે તેઓ ચાલતા ચાલતા ખાડાને કારણે પડી જાય કે પગ મચકાઈ જાય તો તેઓને પથારીવશ થઈ જવાના પૂરેપૂરા સંજોગો રહે છે ત્યારે આવી કોઈ મુશ્કેલીઓ પડે લોકોને પડી રહી છે કે કેમ એ વિચારવાની તસ્દી કોઈપણ લેવા તૈયાર નથી. આડેધડ ખોદકામ ને કારણે પીવાના પાણીની લાઇનો ઠેર-ઠેર તૂટી રહી છે અને પાણી રોડ પર નકામી રીતે વહીને કાદવકીચડનો સામ્રાજ્ય સર્જી રહ્યું છે એક તરફ લોકોના ઘરમાં પીવાનું પાણી પૂરેપૂરો આવી રહ્યું નથી અને બીજી તરફ આ પાણી નક્કામો ફેરફાર થઈ રહ્યો છે અને રસ્તા નો બગાડ થઇ રહ્યો છે જેની તંત્ર અને કોઈ ચિંતા નથી કે નથી સ્થાનિક કોર્પોરેટરો ને.

ભૂતકાળમાં ભૂગર્ભ ગટર યોજના પ્રજાના કરોડો રૂપિયા ના આંધણ પછી પણ નિષ્ફળ ગઇ હતી તો આ વખતની યોજના માં નવું શું છે એવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે હજી ગઈ વખતના ઘા રૂઝાયા નથી ત્યાં ફરી ત્રિકમ પાવડા અને જેસીબી લઇને રસ્તા ખોદી નાખવા માટે વળગેલા તંત્ર ને એ વાત નો ભરોસો છે ખરો કે આ યોજના આ વખતે પણ નિષફળ નહિ જાય???? એવી શંકા કુશંકાઓ લોકો ના મન ને ઉચાટ મા રાખી રહી છે, આ હાલાકી અને પીડાદાયક પરિસ્થિતિમાં થી ક્યારે છુટકારો થશે એવી એક અસ્પષ્ટ અને અધૂરી ચર્ચા એ જોર પકડ્યું છે.


Share to

You may have missed