ઝગડીયા… બ્રેકીંગ
—————————————-
એ સી માં બેઠેલા બાબુ ઓ નો અંધેર વહીવટ…
બહાર ઝાખવાની પણ ફુરસ્ત નથી..
—————————————-
પ્રતિનિધિ / સતીશ વસાવા DNS NEWS
ભરૂચ જિલ્લા ના ઝગડીયા મામલતદાર કચેરી ખાતે આજરોજ આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સહીત અન્ય દાખલા ઓ ની કામગીરી શરૂ થતા લોકો ની ભીડ ઉમડતા માસ્ક સહીત સોશ્યિલ ડિસ્ટન્સ ના ધજાગડા ઉડ્યા હતા…
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી સેવા કેન્દ્રો બંધ થતા આજરોજ લોકો પોતાના જરૂરી દસ્તાવેજ લેવા માટે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા પરંતુ ત્યાં બેસેલ કર્મચારીઓ એ પણ ભીડ બેકાબુ બનતા કમ્પ્યુટર પણ છોડી સાઈડ પર જતા રેહવાની ફરજ પડી હતી….
કેટલાક લોકો માસ્ક વિના પણ નજરે ચડ્યા હતા જેના કારણે સરકારી ઓફિસ માંજ સરકાર ની ગાઈડ લાઈન નું ઉલઘણ નજરે પડ્યું હતું…
સામાન્ય લોકો ને કાયદા નું પાલન કરવનાર સરકારી અધિકારીઓ નિજ કચેરી માં નિયમો ની એસી તેસી જોવા મળી હતી…
કચેરી માં લોકો ને માસ્ક સહીત સોશ્યિલ ડિસ્ટન્સ માં રાખવાની જવાબદારી સરકારી બાબુ ઓ ની હોઈ છે પરંતુ કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ કે અન્ય કોઈ પણ જવાન ના હોવાના કારણે લોકો ની ભીડ જોવા મળી હતી…
જો આના કારણે નાના બાળકો શહીત કચેરી માં આવતા વૃધો ને પણ કોરોના નું સ્કર્મણ થાય તો તેની જવબદારી કોની…? તેપણ એક મોટો પ્રશ્ન છે…
એ સિ વાળી ઓફિસ માં બેઠેલા સરકારી બાબુઓ ને પોતાની કચેરી માં બહાર શુ ચાલી રહેલું છે તે સુધા જોવા નથી નીકળતા તો પછી પોતાના તાલુકામાં કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે..
તો બીજી બાજુ ભીડ વધુ થતા દૂર દૂર થી આવતા લોકો ને પણ પોતાનું કામ ના થતા પરેશાની નો સામનો કરવો પડ્યો હતો…
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ