December 23, 2024

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર વોર્ડ 3 માં આવેલ જડેશ્વર વિસ્તારમાં વર્ષોની સમસ્યા અને જરૂરિયાત પૂર્ણ કરતા સ્થાનિકો લોકો દ્વારા ઉપલેટા

Share to

ઉપલેટા (રાજકોટ):-

નગરપાલિકાના યુવા પ્રમુખ મયુરભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી, રઘુભા સરવૈયાનું હાર પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુરભાઈ સુવા દ્વારા ઉપલેટા શહેરના વોર્ડ 3 માં આવેલ જડેશ્વર વિસ્તારમાં વર્ષો જુની સમસ્યાના નિરાકરણ લાવવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા પ્રમુખ, સુધરાઇ સભ્ય સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકો દ્વારા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવાના સન્માન કર્યા બાદ જડેશ્વર વિસ્તારની તમામ ગલીઓમાં પ્રમુખ દ્વારા રૂબરૂ મુલાકાત કરી અને લોકોની પ્રાથમિક જરૂરિયાત અને તેમની સમસ્યાઓ અંગે લોકોની રજૂઆતો પણ સાંભળી હતી ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા રૂબરૂ મુલાકાત લેતા સ્થાનિક લોકો પણ આનંદની લાગણી અનુભવી હતી અને લોકોએ પણ જણાવ્યું હતું કે પ્રમુખ દ્વારા પ્રથમ વખત આવી રીતે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હોય અને સમસ્યાઓ સાંભળવામાં આવી હોઈ તેવું જણાવ્યું છે અને પાલિકા પ્રમુખની મુલાકાતને લઇને લોકો પ્રત્યેની લાગણી અને તેમની કામગીરીને લોકોએ પણ વખાણી હતી અને ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું હતું.

આ તકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, રઘુભા સરવૈયા, વિક્રમસિંહ સોલંકી, જયેશભાઈ ભીંડી તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટૅર ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to

You may have missed