November 21, 2024

નેત્રંગ તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો અને સભ્ય માટે ૬૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી.

Share to



તા.૦૬-૧૨-૨૦૨૧ નેત્રંગ,

આગામી સ્થાનિક સ્વરાજની ગ્રામપંચાયત ની ચૂંટણી જાહેર થતાની સાથે તાલુકાના ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ઠંડીના જોર વચ્ચે ગરમાયું હતું. નેત્રંગ ગામમાં તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર સુધી સરપંચ પદના કુલ ૬ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ૧૪ વોર્ડના સભ્યો માટે કુલ ૬૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જોવું રહ્યું તારીખ ૭ ડિસેમ્બરના રોજ કેટલા ફોર્મ પરત ખેંચાય શકે છે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યુ.

*સરપંચ પદના ઉમેદવાર*
(૧)હરેન્દ્રભાઈ ભગવનસિંહ દેશમુખ(લાલભાઈ)
(૨)બાલુભાઈ કલમભાઇ વસાવા
(૩)ઝવેરભાઈ ગામીયાભાઈ વસાવા
(૪)પ્રવિણભાઇ અંબુભાઈ વસાવા
(૫)પંકજકુમાર કાંતિભાઈ વસાવા
(૬)હરિશીંગભાઈ રૂપજીભાઈ વસાવા

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ


Share to

You may have missed