November 21, 2024

બોડેલી તાલુકા ના ચલામલી ખાતે સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૭૮ લાભાર્થીઓએ લાભ મેળવ્યો

Share to



બોડેલી તાલુકાના ચલામલી ગામે ગુજરાત સરકારના વહીવટીતંત્ર ઘ્વારા પ્રજાજનોને તેમના આંગણે સરકારની વિવિધ પ્રકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ મળે તે માટે સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન સવારે ૧૦ કલાકે માતૃશ્રી અમરતબા ભગત હાઇસ્કુલ અને પ્રાથમિક શાળાના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો.ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના વ્યક્તિઓની નાનામાં નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય એ હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું મહાઅભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે.ત્યારે રાજ્યના નાગરિકોને સરકારની ૫૬ જેટલી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ ઘરઆંગણે પ્રાપ્ત થઈ પ્રજાજનોની સુખાકારીમાં વધારો થાય તેવા આશયથી સેવસેતુ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે સેવસેતુમાં આધારકાર્ડ,રેશનકાર્ડ,આવકનો દાખલો,જાતિનું પ્રમાણપત્ર,નોન ક્રિમીલિયેર પ્રમાણપત્ર,ખેતીવાડીની વિવિધ યોજના અને તેનો લાભ,વિધવા પેન્શન,વૃધ્ધા પેન્શન,ઈ શ્રમ કાર્ડ,સોગંદનામું,આયુષ્યમાનકાર્ડ સહીત ૫૬ જેટલી યોજનાના લાભ આ કાર્યક્રમ ઘ્વારા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ,તાલુકા વિકાસ અધિકારી,સર્કલ નીતિનભાઈ મકવાણા,પુરવઠા અધિકારી,ગ્રામસેવકો,તલાટીઓ,જનસેવા સ્ટાફ,કડાછલા જિલ્લા પંચાયત સદસ્ય અમરસીંગ વણઝારા,ચલામલી સરપંચ વિનોદભાઈ તડવી,છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,તાલુકા એટીવીટી સભ્ય પરિમલ પટેલ,વણઘા ચલામલી કેળવણી મંડળ મંત્રી ચંદ્રવદનભાઈ,પંચાયત સદસ્ય જીવનભાઈ,તલાટીકમમંત્રી કેયુર ચૌધરી સહીત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૭૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.આમ ચલામલી ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.


ઈમરાન મન્સૂરી બોડેલી


Share to

You may have missed