November 21, 2024

ડીસા તાલુકાના આગથળા મુકામે જુગાર રમતા સકુનિયા ઝડપાયા….

Share to


કાતરવા ગામની સીમ માંથી રોકડ રકમ ૧૪,૪૦૦/-ની મત્તાનો જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ડો.કુશલ આર. ઓઝા ના.પો.અધિ.સા. શ્રી તથા આગથળા પોલીસ ટીમ
—————————————-
💫 * પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા
💫 પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા,પાલનપુર નાઓએ દારૂ – જુગારની પ્રવૃત્તિ ડામવા અંગે સુચન કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશલ આર. ઓઝા સાહેબ તથા પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ આગથળા પો.સ્ટે તથા આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે કાતરવા ગામની સીમમા અમુક ઇશમો જુગાર રમે છે. જે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબ ના નામ વાળા ઇશમો રોકડા રૂપીયા ૧૪,૪૦૦/- ની મત્તા સાથે જુગાર રમતા પકડાઇ ગયેલ હોય તેઓના વિરૂધ્ધમા આગથળા પોલીસ સ્ટેશનમા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો કેશ કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ

(૧) સુરેશભાઇ જીવરામભાઇ જાતે-ઠક્કર રહે. વૃંદાવન હોટલની પાછળ હર્ષપાર્ક ડીસા તા-ડીસા હાલ રહે.
કાતરવા કેટલફીડ સામે કાતરવા તા.લાખણી
(૨) મહેશભાઇ મોહનભાઇ જાતે-પ્રજાપતી રહે.કલાપી નગર ડીસા તા-ડીસા
(૩) બાબુભાઇ શંકરાજી જાતે. માજીરાણા રહે.સોતમલા તા.ડીસા
(૪) રાજુભાઇ પરસોતમભાઇ જાતે.ઠક્કર રહે.વૃંદાવન હોટલની પાછળ હર્ષપાર્ક ડીસા તા-ડીસા હાલ રહે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed