પોતાના ખેતરોમાં બિયારણ વાવણી નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
તાડપત્રી ખરીદી માટે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તાર ના લોકો ઉમટી રહયા છે.
પ્રતિનિધિ દ્વારા નેત્રંગ તા, ૧૨ જુન,૨૦૨૧.
નેત્રંગ પથંક મા મેઘરાજા ના આગમન ની ધડીયો ગણાય રહી છે, તેવા સંજોગોમાં તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના ધરતીપુત્રો બિયારણ ખરીદી માટે તેમજ અન્ય ગરીબ લોકો પોતાના કાચામકાનો ને રક્ષણ મળી રહે તે માટે તાડપત્રી ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી રહયા છે.
તો બીજી તરફ કુદરત પર વિશ્વાસ અને શ્રદધા રાખી ધરતી પુત્રો પોત પોતાના ખેતરોમાં બિયારણ વાવણી નું કામ પુરજોશમાં કરી રહયા છે.
નેત્રંગ તાલુકા નો મોટા ભાગ ની જમીન પથ્થરાળ છે. પિયત ખેતી નુ પ્રમાણ ઘણુ ઓછું છે. વરસાદી ખેતી મોટે ભાગે થાય છે, જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસી ખેડુતો પાસે જમીન ઓછી હોવાના કારણે પોતાના ખેતરોમાં મિશ્ર પાક લેતા હોય છે. એક જ ખેતર મા ડાંગર, કપાસ, તુવેર, વિગેરે પાક લેતા હોય છે. જેને લઇને ૧૨ માસ નું ખાવા જેટલું અનાજ પકવી શકે છે. ત્યારે ચાલુ ઉનાળાની સિઝન પુણઁ થવા આવી છે. અને ચોમાસા ની સિઝન શરૂ થવાના ગણતરી ના દિવસો રહયા છે. ત્યારે મેઘરાજ વાજતેગાજતે પંથક મા આગમન કરશે તેના કુદરતી સંકેતો મળી રહ્યા છે. જેને લઇને ખેડૂત મિત્રો નેત્રંગ ના બજારો મા બિયારણ ખરીદવા મોટી સંખ્યામાં રોજે રોજ ઉમટી રહયા છે. બીજી તરફ ગરીબ આદિવાસી લોકો પોતાના કાચા લીંપણ વાળા ધરો તેમજ અન્ય સરસામાન વરસાદ થી બચાવવા તાડપત્રી ખરીદી કરવા માટે પણ ઉમટી રહયા છે. પંથક ની સીમોમા ખેતર ખેતર બિયારણ રોપણી નું કામ બળદો ના સહારે ચાલી રહ્યુ છે.
ફોટો કેપશન પ્રદીપ સી ગુર્જર નેત્રંગ.
બિયારણ ખરીદી કરતા ખેડૂતો.
તાડપત્રી ખરીદી કરતા લોકો.
ખેતરો બળદો ના સહારે બિયારણ રોપણી ચાલતી કામગીરી.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો