November 21, 2024

*અમરાવતી નદી સુકીભઠ થતા તેમજ કુવા, બોરના પાણી સ્તર નીચે જતા .જળસંચય નો સંપુર્ણ અભાવને લઇને.

Share to


નેત્રંગ ટાઉન ના તમામ વિસ્તારોમાં એક દિવસ ના આંતરે પાણી.
ગ્રામપંચાયત ના પદાઘિકારીઓ,ઉચ્ચ અધિકારીઓ મલાઇદાર વિકાસ ના કામોમાં જ રસ ધરાવતા હોઇ..*

પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૧૧ જુન,૨૦૨૧.

નેત્રંગ ટાઉન મા થી પસાર થતી અમરાવતી નદી ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન સુકી ભઠ બનતા તેમજ બોર,કુવાઓ ના પાણી ના સ્તર નીચે ઉતરતા દરવષઁની જેમ ભરઉનાળે ટાઉન ના તમામ વિસ્તારમાં એક દિવસ ના આંતરે માદ ૩૦ મિનિટ પીવા નું પાણી મળતા પ્રજા હેરાનપરેશાન.
તો બીજી તરફ ગ્રામપંચાયત સતાધિશો તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ મલાઇદાર વિકાસ ના કામોમાં માજ રસ ધરાવતા હોઇ ત્યા પ્રજા તરસેજ મરે તેવું ટાઉન સહિત પંથક ની પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.
ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન નેત્રંગ ટાઉન મા થી પસાર થતી અમરાવતી નદી ના પટમાં માચઁ માસ થી જ પાણી નો પ્રવાહ નહિવત્ થતા હાલમાં નદી નો પટ સુકોભઠ થઇ જતા તેના કિનારે પંચાયત વારીગુહ ના બે કુવા તેમજ બોર આવેલ છે, જુના નેત્રંગ વિસ્તારમાં તેમજ ડબ્બા ફળીયા વિસ્તારમાં આમ બે કુવા આવેલ છે, તેમજ બે બોર આવેલ છે, નદીમાં પાણી નહિં હોવાથી બંન્ને કુવા તેમજ બોરમા પાણી ના સ્તર એકદમ નીચે જતા રહ્યા હોવાના લીધે તેમજ કંબોડીયા ગામ ના કુવા માંથી લાવવામાં આવતો પાણીપુરવઠો પણ ત્યા ના કુવામા પાણી નો પ્રવાહ ઓછો થતા ટાઉન ના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલ બોરોમા પણ, પાણી ના સ્તર નીચે ઉતરતા ટાઉન ની પ્રજાને રોજીદી જરુરીયાત મુજબ નુ પાણી , વારીગુહ મા એકત્રિત નહિ થતા, તમામ વિસ્તારોમાં એક દિવસ ના આંતરે પાણી પુરવઠા માદ દરેક વિસ્તારમાં ૩૦ મિનિટ જેટલો આપવામાં આવતા પ્રજા હેરાનપરેશાન થઇ રહી છે.
તેમા પણ વિજપુરવઠો ખોરવાતા પાણી વિતરણ નુ ટાઇમ ટેબલ ખોરવાતા વારીગુહ ના કમઁચારી ઓ તેમજ પ્રજા તોબાપોકરી ઉઠે છે.
નેત્રંગ ટાઉન મા દર ઉનાળાની સિઝન મા પીવાના પાણી ની ગંભીર સમસ્યા ઉભી થતી હોઈ છે જેને ગ્રામપંચાયત ના પદાઘિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ બિલકુલ નજર અંદાજ નહિ કરતા હોવાથી ટાઉન ની પ્રજા નો પીવા ના પાણી થી લઇને વપરાશ ના પાણી માટે કોઇપણ જાતના આગોતરૂ આયોજન ના અભાવને લઇને છેલ્લા ૧૫ , ૧૫ વષઁ થી અમરાવતી નદી પર બનાવેલ ચેકડેમ તુટી ગયા હોવાછતાં જળસંચય માટે રીપેરીંગ કામ નહિ કરવામાં આવતાં પાણી નો મોટો જથ્થો સંગ્રહ થવાને બદલે વહી જાય છે, બીજી તરફ નદીના પટમાં જંગલ વિસ્તારમાં માથી મોટા પ્રમાણમાં ચોમાસા ની સિઝન દરમિયાન માટી તેમજ રેતી મોટા પ્રમાણમાં આવતા નદીના પટમાં પુરાણ થતા પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થાય છે, સરકાર ની સુજલામ્ સુફલામ્ યોજના જયાર થી શરૂ કરવામાં આવેલી છે, ત્યાર થી આજ દીન સુધી આ યોજનો લાભ ગ્રામપંચાયત સતાધિશો એ લેવાની તસદી નથી લીધી ? તો બીજી તરફ પાણી સમસ્યા થી તમામ ઉચ્ચ અધિકારીઓ વાકેફ હોવા છતા સુજલામ સુફલામ્ જળ અભિયાન નો લાભ નેત્રંગ ને મળે તેની દરકાર લીધી નથી.
હાલના તંત્ર દ્વારા પીવાના પાણી સમસ્યા થોડા વષઁ વહેલી તકે હલ થઇ જશે ની લોલીપોપ પ્રજા ને આપવામાં આવી રહી છે.
પરંતુ આજની તારીખે પીવા ના પાણી નો સવાલ ગંભીર છે તેનું શુ ?
ગ્રામપંચાયત ના મહિલા સરપંચ સહિત અન્ય સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર, પાણી પુરવઠા વિભાગ વિગેરે ટાઉન ની પ્રજા ના પીવા ના પાણી ની સમસ્યા બાબતને ગંભીરતાથી લેશે કે કેમ કે પછી મલાઇદાર વિકાસ ના કામોમાં રસદખાવશે તેવું ટાઉન પ્રજા મા ચચાઁઇ રહ્યુ છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed