November 21, 2024

વીજ કંપની દ્વારા ઉમલ્લા ના અછાલિયા સબ સ્ટેશન અને ઉકાઇ હાઇડ્રો વીજમથક વચ્ચે બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલ યોજાઇ….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ભરૂચ – નર્મદા જીલ્લા સહિત 6 સબ સ્ટેશનોમાં દોઢ કલાક વિજ પુરવઠો બંધ કરીને પુર્વવત કરાયો

ભરૂચ – નર્મદા જીલ્લાના 6 જેટલા સબ સ્ટેશનોમાં દોઢ કલાક સુધી વિજ પુરવઠો બંધ કરીને સફળતાપૂર્વક મોકડ્રીલનુ આયોજન કરાયું

આજરોજ તાપી જીલ્લાના ઉકાઇ હાઇડ્રો વીજ મથક તેમજ ભરૂચ જીલ્લાના ઉમલ્લા પાસે આવેલ 220 કે.વી. અછાલિયા સબ સ્ટેશન વચ્ચે વિજ કંપની દ્વારા સંકલન સાધીને મંગળવારે સવારે 11 વાગ્યાથી લઇને 12:30 વાગ્યાં સુધી ભરૂચ – નર્મદા જીલ્લાના 6 જેટલા ફિડરોમાં વિજ પુરવઠો બંધ કરીને બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલનુ સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતુ… વિજ કંપનીના કાયદાની જોગવાઇ અનુસાર જેટકો વડોદરાના ગોત્રી ખાતેની મુખ્ય કચેરીના માર્ગદર્શન મુજબ ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ અછાલિયા ગામના સબ સ્ટેશન ખાતે વિજ પ્રવાહન વિભાગના અધિક્ષક ઇજનેર,કાર્યપાલક ઇજનેરના નેજા હેઠળ વિજ કંપનીની ટીમોની હાજરીમાં ઝઘડીયા તાલુકાના 220 કે.વી. અછાલિયા તેમજ તાપી જીલ્લાના ઉકાઇ હાઇડ્રો વીજ મથક વચ્ચે સંકલન સાધી ડી.જી.વી.સી.એલ.તથા જેટકો દ્રારા બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યુ હતું વિજકચેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પ્રતાપનગર,રાજપારડી,ઓરી,ભચરવાડા,માંથી નિકળતા તમામ ફિડરોમાં વિજ પુરવઠો અંદાજીત 2 કલાક સુધી બંધ કરીને મોકડ્રીલ યોજવામાં આવી હતી વિજ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ મોકડ્રિલ સફળતાપૂર્વક વિગતો મુજબ વિજ પ્રવાહન વિભાગ તેમજ વિજ ઉત્પાદન વિભાગમાં જ્યારે કોઇ મોટા ટેકનિકલ ફોલ્ટ સર્જાયછે ત્યારે વિજ પુરવઠો કાર્યરત કરવામાં વિજ ટીમોનો ખુબજ લાંબો સમય વેડફાઇ જાયછે જેથી આવી કપરી સ્થિતિમાં એકબીજા વિભાગો વચ્ચે સંકલન હોવુ ખુબ જરૂરિયાત ભર્યુ હોઇ જેથી આવી મોકડ્રીલ યોજવામાં આવે છે જેના પગલે ભવિષ્યમાં કોઇ મોટા ફોલ્ટ સર્જાય તો તાકીદે વિજ પુરવઠો કાર્યરત કરવામાં સફળતા મળે તે હેતુ થી આવી મોકડ્રિલ યોજવી ખુબ જરૂરી બની જતી હોઈ છે…

#દૂરદર્શી ન્યૂઝ #DNSNEWS


Share to

You may have missed