November 22, 2024

અમેરિકી પ્રેસિડેન્ટ જાે બાઈડન દ્વારા સંમેલનમાં આશરે ૧૦૮ દેશોને આમંત્રણસમિટ ફોર ડેમોક્રેસી સમિટમાં વડાપ્રધાન મોદી ભાગ લે તેવી શક્યતા

Share to


(ડી.એન.એસ) , નવી દિલ્હી , તા.૨૨
આ સંમેલન માટે કુલ ૧૦૮ દેશોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ અને મધ્ય એશિયા ક્ષેત્રના ૪ દેશો, ભારત, માલદીવ્સ, નેપાળ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. તે સ્પષ્ટ નથી કે આ ક્ષેત્રના અન્ય લોકશાહી દેશો જેમ કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભૂટાનને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાન અને મ્યાનમાર આ ક્ષેત્રમાં એવા બે દેશો છે જ્યાં આ વર્ષે લોકશાહી સરકારોને બળજબરીથી ઉથલાવી દેવામાં આવી હતી. ચર્ચાના મુખ્ય મુદ્દા તરીકે સમાવી શકાય છે. વ્હાઇટ હાઉસે ત્રણ મુખ્ય વિષયોનો ઉલ્લેખ કર્યો છે જેમાં ‘સરમુખત્યારવાદ સામે બચાવ’, ‘ભ્રષ્ટાચાર સામે યુદ્ધ’, ‘માનવ અધિકારો માટે સન્માન વધારવું’ સામેલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જાે બાઈડનની “સમિટ ફોર ડેમોક્રેસી” માં હાજરી આપે તેવી સંભાવના છે. આની પુષ્ટિ કરતા અધિકારીઓએ કહ્યું કે સરકારને ૯ થી ૧૦ ડિસેમ્બર સુધી વર્ચ્યુઅલ રીતે આ કોન્ફરન્સમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે. સમિટમાં વ્હાઇટ હાઉસનીજાહેરાત અનુસાર પીએમ મોદીની ભાગીદારી આમંત્રિત ૧૦૦થી વધુ દેશોના નેતાઓ સાથે હોઇ શકે છે. આ સમિટમાં દેશ અને વિદેશમાં લોકશાહી અને માનવ અધિકારોની રક્ષા માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રતિબદ્ધતાઓને આવરી લેવાની અપેક્ષા છે. બાઈડને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન સમિટનું વચન આપ્યું હતું. તે ઇચ્છે છે કે સમિટમાં ભાગ લેનારા દેશો અમેરિકાના મુખ્ય પ્રતિસ્પર્ધી ચીન અને રશિયાને સંદેશ આપે. રશિયા અને ચીન આ સમિટમાં ભાગ લેશે નહીં. જાે કે, બંને સામ્યવાદી દેશો પોતાને લોકશાહી તરીકે ઓળખાવે છે. આ સમિટ પછી પીએમ મોદીની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની વાર્ષિક સમિટ અને ૬ ડિસેમ્બરે ભારતીય અને રશિયન વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની ૨ ૨ બેઠક યોજાશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની આશા છે, જેમાં સંરક્ષણ ક્ષેત્રે પણ કરાર થવાની આશા છે. રશિયાએ ડેમોક્રેસી સમિટની આકરી ટીકા કરી છે. રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે આમંત્રિતોને “મહત્તમ વફાદારી” મેળવવા માટે વિશ્વને વિભાજીત કરવાનો પ્રયાસ ગણાવ્યો.


Share to