November 22, 2024

ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસનું દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું

Share to



(ડી.એન.એસ) , નવી દિલ્હી , તા.૨૨
ઓસ્ટ્રિયા સહિત યુરોપના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે. જે ત્યાંની આરોગ્ય સંભાળ પ્રણાલીઓ પર ભારે પડી રહ્યા છે. અહીં લાદવામાં આવેલ લોકડાઉન મહત્તમ ૨૦ દિવસ સુધી ચાલશે. જાે કે ૧૦ દિવસ પછી તેનું પુનઃ મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન લોકોના બિનજરૂરી બહાર જવા પર પ્રતિબંધ રહેશે. રેસ્ટોરાં અને મોટાભાગની દુકાનો બંધ રહેશે અને મોટા કાર્યક્રમો રદ કરવામાં આવશે. શાળાઓ અને ‘ડે-કેર સેન્ટરો’ ખુલ્લા રહેશે. પરંતુ માતાપિતાને બાળકોને ઘરે રાખવાની સલાહ આપવામાં આવી છે. ઑસ્ટ્રિયામાં લૉકડાઉન પ્રતિબંધો ૧૩ ડિસેમ્બરના રોજ હટાવવામાં આવી શકે છે પરંતુ શક્ય છે કે જેમને રસી આપવામાં આવી નથી તેમના માટે પ્રતિબંધો ચાલુ રહેશે. એક દિવસ પહેલા રવિવારે મધ્ય વિયેનાના બજારો લોકડાઉન પહેલા ક્રિસમસ શોપિંગ અને મુસાફરીનો આનંદ માણવા માટે વિયેનાના બજારોમાં ઉમટી પડ્યા હતા.કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને રોકવા માટે ઓસ્ટ્રિયામાં સોમવારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયાના સઘન સંભાળ ચિકિત્સકોએ સરકારના ર્નિણયને આવકાર્યો છે. ‘સોસાયટી ફોર એનેસ્થેસિયોલોજી, રિસુસિટેશન એન્ડ ઇન્ટેન્સિવ કેર મેડિસિન’ના પ્રમુખ વોલ્ટર હસીબેડરે ઑસ્ટ્રિયન ન્યૂઝ એજન્સી ‘છઁછ’ને કહ્યું, ‘અમે દિવસેને દિવસે ચેપના રેકોર્ડ આંકડાઓ અનુભવ્યા છે. હવે કેસો પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે.’ છેલ્લા ઘણા દિવસોથી દરરોજ સંર્ક્મણના ૧૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને આ રોગચાળાને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ચાન્સેલર એલેક્ઝાન્ડર શેલેનબર્ગે શુક્રવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. પછી તેણે એમ પણ કહ્યું કે આવતા વર્ષે ૧ ફેબ્રુઆરીથી અહીંના લોકો માટે રસીકરણ ફરજિયાત કરી શકાય છે . અગાઉ એવા અહેવાલ હતા કે ઓસ્ટ્રિયાએ ફક્ત તે લોકો માટે લોકડાઉન લાદ્યું છે જેમણે હજુ સુધી રસી નથી આપી. આ લોકોને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તેઓને રસી ન મળે ત્યાં સુધી તેમને જાહેર સ્થળોએ જવા દેવામાં આવશે નહીં. જાે કે, બાદમાં સરકારે પોતાનો ર્નિણય બદલ્યો અને તમામ લોકો માટે લોકડાઉન લાદી દીધું.


Share to