November 21, 2024

ભરૂચ એસ.ટી વિભાગ ના નવા 290 ડ્રાઇવરોને અપાયા નીમણુંક પત્ર

Share to



રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ ના હસ્તે અપાયા નિમણુંકપત્ર
ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કેબિનેટ મંત્રી વાહન વ્યવહાર પૂર્ણેશ મોદી તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ ના હસ્તે નવા ભરતી થયેલા ડ્રાઈવરોને નિમણૂંક પત્ર અપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદી એ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે ગુજરાત એસ.ટી તેમજ ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે એસ.ટી નિગમના કર્મચારીઓ પુર, ધરતીકંપ તેમજ કોઇપણ કુદરતી આપત્તીમાં તેમજ કોવીડ 19 જેવી મહામારીમાં પણ ખડેપગે હાજર રહી મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવાની સેવા પુરી પાડવામાં આવેલ છે તેમજ દિવાળીના તહેવાર તેમજ અન્ય તહેવારોમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરી મુસાફરોને સેવા પુરી પાડવામાં આવે છે 2021ના વર્ષમાં દિવાળીના તહેવાર દરિમ્યાન નિગમ દ્વારા મુસાફરોને પોતાના વતનમાં જવા માટે વધારાની 12381 ટ્રીપોનું આયોજન કરી 6 લાખ 4 હજાર મુસાફરોને લાભ આપવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા સને 2011થી દર વર્ષે નિગમમાં ડ્રાઇવર અને કંડક્ટરોની ભરતી કરવામાં આવે છે ચાલુ વર્ષે ડ્રાઇવર કક્ષામાં 2200 કર્મચારીઓની નવી નિમણૂંક કરવામાં આવેલ છે જે પૈકી ભરૂચ વિભાગને 290 ડ્રાઇવરોની ફાળવણી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને રાજ્ય સરકારના બજેટમાં સમાવેશ કરેલ હોઇ પ્રતિ વર્ષ એક હજાર થી વધુ બસોની ખરીદી કરી સંચાલનમાં મુકવામાં આવે છે અને જેનો સિધો લાભ રાજ્યની જાહેર જનતાને મળે છે ગુજરાત સરકાર દ્વારા તમામ બસ સ્ટેશનો અને ડેપોને આધુનિકરણ કરવા માટેની કાર્યવાહી પ્રગતિમાં છે જે પૈકી ભરૂચ જિલ્લાને અંક્લેશ્વર જી.આઇ.ડી.સી બસ સ્ટેન્ડ, હાંસોટ બસ સ્ટેન્ડ, જંબુસર બસ સ્ટેન્ડની કામગીરી પુર્ણ કરવામાં આવી છે અને મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવેલ છે ભરૂચ ખાતે પીપીપી પ્રોજેક્ટ હેઠળ નવા અત્યાધુનિક બસ સ્ટેશન અને ડેપો વર્ક્શોપ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે જે ટુંક સમયમાં મુસાફર જનતાને લાભ મળે તે માટે લોકાર્પણ કરવામાં આવનાર છે નર્મદા જિલ્લામાં સેલંબા બસ સ્ટેશનની કામગીરી પુર્ણ થયેલ છે તેમજ કેવડીયા કોલોની ખાતે બસ સ્ટેશનનું નવીનીકરણ કરવાની કામગીરી પ્રગતિમાં છે જે પણ ટુંક સમયમાં મુસાફર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા હાલમાં થોડા સમય પહેલા ભરૂચ ખાતે નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવેલ હતું જેનો સિધો લાભ ભરૂચ નગર તેમજ જિલ્લાના મુસાફરોને મળ્યો છે વધુમાં તેમણે કોરોના કાળ દરિમ્યાન તહેવારો દરિમ્યાન એસ.ટી કર્મીઓની કામગીરીને બિરદાવી નવા નિમણુક પામેલ ડ્રાઇવરોને શુભેચ્છા આપી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને વિધાન સભા ના નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા,ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, અભેસિંહ રાઠોડ સહિત ભાજપના અગ્રણી અને એસ.ટી વિભાગના અધિકારી,કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


Share to

You may have missed