November 21, 2024

હળવદમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ

Share to


ઝાલાવાડ સહિત હળવદ પંથકમા કમોસમી વરસાદનું ઝાપટું પડતા ખેડૂતોના ઉભા પાક ને નુકસાન પહોંચાડ્યું હતુ.

અરબી સમુદ્રમાં અચાનક સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવવાથી ઝાલાવાડ,હળવદ તેમજ રણકાંઠા વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાક તેમજ અગરિયાઓના મીઠાને ભારે નુકસાન પહોંચ્યું હતુ.હળવદ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છુટો છવાયો તેમજ ઝરમર વરસાદ વરસ્યો હતો તેનાથી કપાસ મગફળી,મગ,અડદ સહિતના પાકોને સાથે સાથે ગાય માટે રાખેલા ચારો પણ બગડી ગયો હતો તેમજ બાગાયતી પાકોને પણ નુકસાન જોવા મળ્યો હતો આથી ખેડૂતોને લાખ રૂપિયાનો ખર્ચો કરીને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed