November 24, 2024

વડોદરાના ગેંગરેપ કેસમાં હજુ સુધી પોલીસને કોઈ સફળતા મળી નથી

Share to



(ડી.એન.એસ)નવસારી,તા.૧૯
વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો છે. પોલીસે જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છેવડોદરામાં નવસારીની યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ અને બાદમાં યુવતીએ વલસાડમાં ટ્રેનમાં કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે. પરંતુ, આ સમગ્ર મામલે હજી સુધી આરોપીઓનો પત્તો લાગ્યો નથી. નવસારીની યુવતીએ પોતાની સાથે થયેલા સામુહિક દુષ્કર્મ બાદ કરી લીધેલી આત્મહત્યાના બનાવને પંદર દિવસ વિતી ચૂક્યા છે. તો બીજી તરફ તેના માતાની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવાની બંધ થવાનું નામ નથી લેતી. આવડી મોટી ઘટના બની ગઈ તો પછી સંસ્થા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામા ના આવી. મેં સંસ્થા પર વિશ્વાસ કર્યો હતો. પણ તે તૂટી ગયો. વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિન ડ્ઢ૧૨ નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે રોજનીશી ડાયરીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં ય્ઇઁની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના ૨ દિવસ પૂર્વે વડોદરાના ૨ રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.


Share to

You may have missed