(ડી.એન.એસ)અમદાવાદ,તા.૧૮
લોકરક્ષક દળની ભરતી માટે ફોર્મ ભરનારા ગુજરાતના લાખો ઉમેદવારો હાલમાં શારીરિક કસોટીની તૈયારી માટે મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે. ક્યાંક ઉમેદવારો ખેતરમાં ટ્રેક બનાવીને, ક્યાંક બગીચામાં, તો ક્યાંક પોલીસના મેદાનમાં દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ માટે પુરુષ ઉમેદવારોએ પૂરા ૨૫ માર્ક્સ લેવા માટે ૨૦ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં ૨૪થી ૨૫ મિનિટની વચ્ચે જાે દોડ પૂરી થશે તો માત્ર ૧૦ જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા ૨૫ માર્ક્સ લેવા માટે ૭ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. ૯થી ૯.૩૦ મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર ૧૦ માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા ૨૫ માર્ક્સ લેવા માટે ૯.૩૦ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. ૧૨ અને ૧૨.૩૦ મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર ૧૦ માર્ક્સ મળશે, જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.શારીરિક અને લેખિત પરીક્ષામાં પાસ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ બોડી હેલ્થ ચેક-અપ કરાય છે, જેમાં તેમને રાજ્યની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમનું બોડી ચેક-અપ થાય છે. એમાં વાંકાં ઢીંચણ, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની, અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, સડેલાં અંગ, ચેપી ચામડીના રોગ, કલર બ્લાઈન્ડનેસ સહિતની વસ્તુઓનું ચેક-અપ કરાશે. હોસ્પિટલમાંથી ડોક્ટર ક્લિયરનું સર્ટિફિકેટ આપે એટલે સર્ટિફિકેટ આગળ બતાવવાનું રહેશે.ગુજરાત પોલીસમાં ૧૦,૪૫૯ જેટલી લોકરક્ષક કેડરની ભરતી માટે ૯.૪૬ લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ૬.૯૨ લાખ પુરુષ અને ૨.૫૪ લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. ન્ઇડ્ઢ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોએ એકલવ્યની જેમ આ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી લેવા માટે પાંચ કોઠા ભેદવા પડશે. જેમાં સૌથી પહેલા શારીરિક કસોટી તથા શારીરિક માપદંડની કસોટી, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સૌથી છેલ્લે બોડી હેલ્થ ચેક-અપ રહેશે. આ તમામ બાબતોમાં પાસ થનારા ઉમેદવારો ન્ઇડ્ઢના છેલ્લા પડાવ સુધી પહોંચીને નોકરી મેળવી શકશે. એલઆરડીની શારીરિક કસોરીમાં પાસ થનારા ઉમેદવારોની શારીરિક માપદંડની કસોટી લેવામાં આવશે. જેમાં પુરુષ ઉમેદવારોની છાતી, ઊંચાઈ તથા વજનના માપદંડો ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ અને વજનના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે. આ માપદંડોમાં પાસ થનારા ઉમેદવારોને જ આગળ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એલઆરડીની શારીરિક કસોટી અને માપદંડોની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેમાં ૧૦૦ સ્ઝ્રઊ પ્રશ્નો પૂછવામાં આવશે. આ દરેક પ્રશ્નનો ૧ માર્ક્સ રહેશે અને પરીક્ષા માટે ૨ કલાકનો સમય ઉમેદવારોને આપવામાં આવશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૬ અને ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નોને આવરી લેવાશે. આ ઉપરોક્ત ત્રણેય બાબતમાં પાસ થનારા ઉમેદવારોને તેમના મેરિટના માર્ક્સના આધારે ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે. આ માટે ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.