November 21, 2024

પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલની સતર્કતાના પરિણામેઓછુ પેટ્રોલ/ડિઝલ આપવા બદલ જહાંગીરપુરા વિસ્તારના યશ પેટ્રોલિયમના ચાર નોઝલોનેસીલ કરવામાં આવ્યાઃ

Share to


——
મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન મંત્રીશ્રી પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતાઃ
—–
સુરતઃસોમવારઃ- સુરત શહેરના જહાંગીરપુરા, રાંદેર ખાતે આવેલા નાયરા કંપનીના યશ પેટ્રોલિયમ ખાતે ગત તા.૭મી નવેમ્બર,૨૦૨૧ના રોજ રાત્રે ૧૦.૦૦ વાગે રાજયના કૃષિ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ પોતાની ખાનગી ગાડીમાં ડિઝલ પુરાવા માટે જતા પેટ્રોલ/ડિઝલનો જથ્થો ઓછો વિતરણ થતો હોવાની શંકા જતા તેઓએ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીને તપાસ કરવાની તત્કાલ સુચના આપી આપી હતી.
સુચના મળતા જિલ્લાની પુરવઠાની કચેરીના પુરવઠા નિરીક્ષક તથા મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી સુરતના જુનિયર નિરીક્ષક કુ.સી.કે.પિઠીયા તથા અડાજણ મામલતદાર દ્વારા સંયુકત રીતે નાયરા કંપનીના સેલ્સ ઓફિસરોની પ્રત્યક્ષ હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. પેટ્રોલ પંપ ખાતે ચેક કરતા ચાર ડિઝલ યુનિટ અને છ પેટ્રોલ યુનિટમાંથી પાંચ લિટરના સ્ટાન્ડર્ડ પ્રમાણિત સરકારી માપથી ડિલીવરી ચેક કરતા ત્રણ પેટ્રોલ તથા એક ડિઝલમાં સરેરાશ ૧૦ ml પેટ્રોલ/ડિઝલનો જથ્થો ખામી મર્યાદામાં ઓછો વિતરણ થતો હોવાનું માલુમ પડતા એકમ ખાતેથી ચાર નોઝલને ફેર ચકાસણી/મુંદ્રાકન કરાવ્યા બાદ જ વપરાશમાં લઈ વેચાણ કરવા માટે જયાં સુધી ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા બીજી સુચના ન મળે ત્યાં સુધી આ નોઝલોને સીલ કરવામાં આવી હતી.
આમ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની સતર્કતા તથા તેમની પ્રત્યક્ષ હાજરીમાં અડાજણ મામલતદાર દ્વારા પેટ્રોલ/ડિઝલના જથ્થા બાબતે પણ તપાસ હાથ ધરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન મોડી રાત (રાત્રીના ૪.૩૦ વાગે) સુધી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ હાજર રહીને કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં અન્ય પેટ્રોલપંપો પર તપાસ કરાવા માટે સુચના તેઓએ આપી હતી. તેમ સુરતના મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણા દ્વારા જણાવાયું છે.


Share to

You may have missed