(ડી.એન.એસ), ગ્લાસગો, તા.૦૩
વડાપ્રધાન મોદીએ ગ્લાસગોમાં ઇંફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિલિએંટ આઇલેંડ સ્ટેટ્સ ઇંનિશિએટિવના લોન્ચિંગ દરમિયાન વિશ્વને ક્લાઇમેટ ચેંજ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઇંફ્રાસ્ટ્રક્ચર ફોર રેસિલિએંટ આઇલેંડ સ્ટેટ્સ ઇનિશિએટિવનું લોંચ થવું એક નવી આશા જગાવે છે. અને નવો વિશ્વાસ પણ આપે છે. આ ખતરાની કગાર પર ઉભેલા દેશને કઇંક કરવાનો સંતોષ આપે છે. મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દશકોથી સ્પષ્ટ થયું છે કે ક્લાઇમેટ ચેંજના પ્રકોપથી કોઇ અછુત નથી. પછી તે વિકસિત દેશો હોય કે વિકાસશિલ દેશો હોય. દરેક માટે મોટો ખતરો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વન સન, વન વર્લ્ડ એંડ વન ગ્રિડ ન માત્ર સંગ્રહની જરૂરતોને ઓછુ કરશે સાથે સાથે સૌર પ્રોજેક્ટની વ્યવહાર્યતાને પણ વધારશે. મોદીએ કહ્યું હતું કે આપણે માનવતાને બચાવવા માટે સૂર્યની સાથે ચાલવુ પડશે. ગ્લાસગોમાં કોપ૨૬માં એક્સલરેટિંગ ક્લીન ટેક્નોલોજી ઇનોવેશન એંડ ડેવલપમેંટ પર આયોજિત કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે ફોસિલ ઇંધણના ઉપયોગને કેટલાક દેશોએ સમૃદ્ધ બનાવ્યો છે. જાેકે પૃથ્વી અને પર્યાવરણને ખરાબ બનાવી દીધી છે. અને ટકાઉ છે. જાેકે પડકારો એ છે કે આ ઉર્જા માત્ર દિવસના સમયે જ ઉપલબ્ધ હોય છે. અને હવામાન પર ર્નિભર હોય છે. વન સન, વન વર્લ્ડ એંડ વન ગ્રિડ આ સમસ્યાનું સમાધાન છે. વિશ્વવ્યાપી ગ્રિડના માધ્યમથી સ્વચ્છ ઉર્જાને ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રેષિત કરી શકાય છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.