November 21, 2024

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ

Share to


નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને વિસાવદર માં 45 ગુન્હામાં અને ભેંસણમાં 57 અલગ અલગ ગુન્હામાં બન્ને તાલુકા માંથી આશરે 1 કરોડના પકડાયેલ ઈંગ્લીશ દારૂના જથ્થાનો રોલર ફેરવીને નાસ કરવામાં આવ્યો


💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે *ખાસ ઝુંબેશ* હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી…_

💫 _જિલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આજરોજ આશરે લાખની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એસડીએમ શ્રી ડી.વી.વાળા તથા નશાબંધી અધિક્ષક એમ.બી.સોલંકી, પીઆઇ એન.આર. પટેલ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી…_

💫 _વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં *વિસાવદર પોલીસ સ્ટેશનના કુલ 45 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 3803 તથા બિયર નંગ 58 કિંમત રૂ. 15,79,890/- ના મુદ્દામાલનું રોલર ફેરવી અને માણાંદિયા રોડ ઉપર વિસાવદર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ* કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ *સને 2019 થી આજદિન સુધીમાં છેલ્લા ત્રણ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના 45 ગુનાનો મુદ્દામાલ* હતો…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D n s news


Share to

You may have missed