November 21, 2024

ગુજરાત રાજ્ય કુલ 6.9 કરોડ રસીકરણ સાથે દેશમાં અવ્વ્લ નંબરે આવતા જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાઆવ્યું

Share to



💫 _*ભારતમાં કોરોના રસીકરણનો કુલ આંકડો 100 કરોડની સીમાચિહ્ન સંખ્યાને પાર થયેલ. જેમાં ગુજરાત રાજ્ય કુલ 6.9 કરોડ રસીકરણ સાથે અગ્રેસર* રહેલ છે. જે રસીકરણ કાર્યને સફળ બનાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ છેલ્લા નવ મહીનાથી અથાગ મહેનત કરી, આ સીમાચિન્હ રૂપ સિધ્ધી હાંસલ કરેલ છે. જે સિદ્ધિ હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ *જૂનાગઢ રેંજના વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ હતો…_


💫 _*જૂનાગઢ રેંજના વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચનાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓની અનેરી સિધ્ધી બદલ સન્માન કરવા માટે આજરોજ તા. 22.10.2021 ના રોજ દેશભરમાં *કોરોના વેકસીનના 100 કરોડના માઈલ સ્ટોન ને પાર કરવામાં મહત્વ પુર્ણ ભુમીકા ભજવનાર* આરોગ્ય વિભાગના કર્મચારી/અધિકારીશ્રીઓ દ્રારા અથાગ મહેનત કરી, ગુજરાત રાજ્ય 6.9 કરોડ લોકોને રસીકરણ સાથે દેશમાં અવ્વ્લ નંબર રહેલ હોઇ, જે સિમાચિન્હ આંક સુધી પહોંચવા બદલ ઉજવણીના ભાગ રૂપે જૂનાગઢ જિલ્લા પોલીસ તરફથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના વેકસીનેશન સેન્ટર ખાતે CDMO શુશીલ કુમાર, CDMO ડી.આર.પાલા, RMO ટી.જી.સોલંકી, આસી. RMO એ.સી.કુબાવત, વેકસીનેશનના નોડલ ઓફિસર કિરણબેન પટેલ, એમએલસી ક્લાર્ક ચિરાગભાઈ પરમાર, સહિતના હોસ્પીટલ એડમિનીસ્ટ્રેશન સ્ટાફ, મેડીકલ ઓફિસર, હેલ્થ ડીપાર્ટમેન્ટ, નર્સીંગ અને પેરા નર્સીંગ સ્ટાફ, 108 ની ટીમ, સેનેટરી અને કલીનીંગ અને સિક્યુરીટી વિભાગ તથા જુનીયર ડોકટરશ્રીઓનું જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જૂનાગઢ પોલીસના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન કરવામા આવેલ હતું. તેઓએ આ ટુંકા સમયમાં આ અનેરી સિધ્ધી હાંસલ કરેલ હોય, જે બદલ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એલ.સી.બી પો.ઈન્સ. એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એમ. વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી તથા જૂનાગઢ પોલીસ સ્ટાફના માણસો દ્રારા *અનેરી સિદ્ધિ હાંસલ કરવામા તેઓનો પણ અગત્યનો ફાળો હોઈ, બુકે અને ફૂલ આપી, સન્માનિત કરી, બિરદાવવામાં આવેલ* હતા. સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને અભિનંદન આપી, ભારત સરકારનો 100 % વેકાઈનેશનનો ટાર્ગેટ એચિવ કરવા, પ્રયાસો ચાલુ રાખવા, શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી….._

💫 _*ભારતમાં કોરોના રસીકરણનો કુલ આંકડો 100 કરોડની સીમાચિહ્ન સંખ્યાને પાર થયેલ. જેમાં ગુજરાત રાજ્ય કુલ 6.9 કરોડ રસીકરણ સાથે અગ્રેસર* રહી, રસીકરણ કાર્યને સફળ બનાવી, આ સીમાચિન્હ રૂપ સિધ્ધી હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપનાર જૂનાગઢ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામા આવતા, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાના ફરજરૂપ કાર્યની કદર કરવા બદલ *જૂનાગઢ રેંજના વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન કરવામાં આવતા, સિવિલ હોસ્પિટલમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ.._


Share to

You may have missed