November 21, 2024
Share to



નેત્રંગ, વાલીયા તથા ઝગડીયા તાલુકો વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતીથી સત્તા કબજે કરી છે, તે પ્રકારે જિલ્લા પંચાયતમાં પણ સંપૂર્ણ બહુમતી થી જિલ્લા પંચાયત બનાવી છે. જ્યારે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની હોય તો આપણે સૌ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ ગામ સુધી તથા ઘર-ઘર સુધી પહોંચાડવાના પ્રયાસ કરીએ. સાચા અર્થમાં મળેલી જે સત્તાના આધારે સત્તા થકી પ્રજાની તથા રાષ્ટ્રની સેવા કરવાના સંકલ્પ સાથે કાર્ય કરવું જોઈએ. જેમ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા અન્ય મહાનુભાવો કોઈ પણ જાતના સ્વાર્થ વગર એક માત્રને માત્ર રાષ્ટ્રની સેવાને પોતાનો ધર્મ માને છે, એ માર્ગે આપણે પણ આપણી જવાબદારી નિભાવીએ અને નેત્રંગ તાલુકાને મોડલ તાલુકો બનાવાના સંકલ્પ સાથે સૌ સરપંચ મિત્રો, તાલુકા તથા જિલ્લાના સદસ્યો, કર્મચારીઓ તથા અધિકારી વર્ગ કાર્ય કરે તે માટે સૌને અપીલ કરવામાં આવી.

ત્યારબાદ નેત્રંગ મુકામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી વંદનભાઈ વસાવા તથા તેમના ધર્મપત્નીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી અને આ બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે શુભકામનાઓ પાઠવી અને હોસ્પિટલથી સીધા તાલુકા પંચાયતમાં હાજરી આપી અને નેત્રંગ તાલુકામાં સજન વાવ ગામના આદિવાસી ખેડૂતના બળદ પર વીજળી પડવાથી મૃત્યુ થયું હતું. તેને રૂપિયા ૨૫,૦૦૦/- નો એક અર્પણ કર્યો.


Share to

You may have missed