November 21, 2024

ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનએ ન્યુમોનિયા જેવાં ચેપી રોગો સામે રક્ષણ મેળવી શકશે-જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી કિરણભાઇ વસાવાન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનએ ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતીવેક્સીન સાર્વત્રીક રસીકરણમાં હવે વિનામૂલ્યે ઉપલબ્ધ થશે-અધિક આરોગ્ય અધિકારીશ્રી ડો.વિપુલ.ગામીત

Share to



રાજપીપલા શહેરના નવા ફળીયાની આંગણવાડી કેન્દ્ર સહિત જિલ્લાના
પાંચેય તાલુકાઓ PCV વેક્સીનનો કાર્યક્રમ યોજાયો


રાજપીપલા,બુધવાર :- રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે છોટાઉદેપુર જિલ્લા ખાતેથી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV ના સાર્વત્રિક રસીકરણનો શુભારંભ કર્યો હતો. જે અન્વયે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા સબ-સેન્ટર ખાતે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કિરણભાઇ વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, મેડીકલ ઓફિસરશ્રી ડૉ.ધંનજય વલવી સહિત લાભાર્થીઓની ઉપસ્થિતિમાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV ના સાર્વત્રિક રસીકરણનો શુંભારભ કર્યો હતો. ઉક્ત કાર્યક્રમ રાજપીપલા શહેરના નવા ફળીયાની આંગણવાડી કેન્દ્ર સહિત જિલ્લાના પાંચેય તાલુકાઓ PCV વેક્સીનનો કાર્યક્રમ યોજાયો હતો.

નાંદોદ તાલુકાના વાઘેથા સબ-સેન્ટર ખાતે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કિરણભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ આજે છોટાઉદેપુર જિલ્લા ખાતેથી PCV વેક્સીનેશનનો શુભારંભ કર્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ બાળકોને PCV વેક્સીન આપવામાં આવી છે. ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનએ ન્યુમોનિયા જેવાં ચેપી રોગો સામે રક્ષણ મેળવી શકશે. દરેક માતા-પિતાએ PCV વેક્સીન પોતાના બાળકને અચૂક અપાવવા જણાવ્યું હતું.


અધિક આરોગ્ય અધિકારીશ્રી ડો.વિપુલ.ગામીતે જણાવ્યું હતું કે, ન્યુમોકોકલ ન્યુમોનિયા એ એક પ્રકારનો તીવ્ર શ્વાસોશ્વાસને લગતો ચેપ છે. બાળકને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. જેનાથી બાળકનો વિકાસ રૂંધાય છે તેમજ બાળકનો જે વિકાસ થવો જોઇએ તે થતો નથી. PCV વેક્સીન એ ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનએ ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી વેક્સીન સાર્વત્રીક રસીકરણમાં હવે વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. આ વેક્સીન બાળકને દોઢ મહિને, સાડા ત્રણ મહિને અને ૯ મહીને આપવામાં આવશે. આ વેક્સીન થકી બાળક ઓછુ બિમાર થશે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. PCV વેક્સીન સરકારી હોસ્પિટલ, દવાખાના તેમજ મમતા સેશનમાં નિયમિત રસીકરણ થકી વિના મૂલ્યે પણ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજપીપલા શહેરના નવા ફળીયાની આંગણવાડી કેન્દ્ર યોજાયેલા PCV વેક્સીનના શુંભારભ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી રવિભાઇ માંછીએ પ્રસંગોચિત્ત પ્રવચન કર્યું હતું. નાંદોદ તાલુકાના વાઘેથા સબ-સેન્ટર ખાતે નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કિરણભાઇ વસાવા અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીતની ઉપસ્થિતિમાં બાળકને ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન આપીને સાર્વત્રિક શુભારંભ કર્યો હતો.


000




Share to

You may have missed