October 22, 2024

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા) ધ્વારા તા.રજી ઓકટોબરથી તા.૧૪મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લાના ગામે ગામ તથા દૂર અંતરિયાળ વિસ્તારો સુધી જાગૃતિ અને કાનુની સેવાઓ પુરી પાડવા કરાયેલું આયોજન

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ ગુરૂવારઃ- દેશની આઝાદીના ૭પ વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા) ધ્વારા તા.રજી ઓકટોબરથી તા.૧૪મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લાના ગામે ગામ તથા દૂર અંતરિયાળ વિસ્તારો સુધી જાગૃતિ અને કાનુની સેવાઓ પુરી પાડવા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટા સમુહમાં જાગૃતિ ફેલાઇ શકે તથા ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લાભાર્થીઓને કાનુની સહાય પુરી પાડવા માટે અને તેમની વર્ષોની ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન રાજ્ય કાનૂની સેવાસત્તા મંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ છે.
સદર કાર્યક્રમનો હેતુ ભરૂચ જિલ્લાના ગામે ગામ તથા દૂર અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી જાગૃતિ ફેલાવી લાભાર્થીઓને શોધી તેઓ સુધી પહોંચી તેમને મળવાપાત્ર સરકારશ્રીની યોજનાઓના લાભ અપાવી, કાનૂની સેવાઓના માળખાને સશક્ત બનાવવાનો હોય છે. આ ઝુંબેશના સમયગાળામાં તાલુકા સ્થળે દરેક ગામ આવરી લેવાના રહેશે. શાળાઓની અંદર લીગલ લીટરેસી ક્લબ કાર્યરત છે. તે કલબોમાં કાયદાના વિદ્યાર્થીઓની મદદથી કાનૂની જાગૃતિ શિબિર યોજાશે. કોવિડ રસીકરણ કેન્દ્રો પર જાગૃતિ ફેલાવવા માટેના સ્ટોલ ઉભા કરાશે.
વિશિષ્ટ દિવસોની ઉજવણીમાં તા.૦૨-૧૦-૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ, તા.૧૦-૧૦-૨૦૨૧ ના રોજ મેન્ટલ હેલ્થ ડે, તા.૧૧-૧૦-૨૦૨૧ ના રોજ ઈન્ટરનેશન ડે ઓફ ગર્લ ચાઈલ્ડ, તા.૧૫-૧૦-૨૦૨૧ ના રોજ વર્લ્ડ સ્ટુડન્ટ ડે, તા.૨૩-૧૦-૨૦૨૧ ના રોજ રાઈટ ઓફ વિમેન અન્ડર વેરિયસ લોઝ, તા.૨૪-૧૦-૨૦૨૧ ના રોજ યુ એન ડે, તા.૨૫-૧૦-૨૦૨૧ ના રોજ સેલ્ફ ડીફેન્સ ટેકનીક એન્ડ પ્રોટેક્સન ઓફ વિમેન એન્ડ ગર્લ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુયલ હેરેસમેન્ટ, તા.૦૫-૧૧-૨૦૨૧ ના રોજ રાઈટ્સ ઓફ વિમેન, તા.૦૯-૧૧-૨૦૨૧ ના રોજ લીગલ સર્વિસીસ ડે અને તા.૧૪-૧૧-૨૦૨૧ ના રોજ ચિલ્ડ્રન ડે ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાશે. નેશનલ કમિશન ફોર વિમેનના સહયોગથી મહિલાલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરાશે. સદર ઝુંબેશ કાર્યકાળ દરમિયાન એક જ સ્થળેથી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો ઓન ધી સ્પોટ લાભાર્થીઓને મળી શકે તે માટે મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરી મહત્તમ લોકોને લાભ સંપાદીત કરાશે. ઉપરોક્ત બાબતોએ વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અથવા તો જેતે તાલુકામાં કાર્યરત એવી તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે. જેની નોંધ લેવા સેક્રેટરીશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed