November 22, 2024

ઝગડીયા ના કોમ્યૂનિટી હોલ ખાતે વર્લ્ડ વિઝન સંસ્થા દ્વારા બ્લોક લેવલ બાળ સુરક્ષા જાગૃકતા કાર્યક્રમ યોજાયો …

Share to

#DNSNEWS

ભરૂચ જિલ્લા ના ઝગડીયા ખાતે આજરોજ વર્લ્ડ વિઝન ઇન્ડિયા એ ડી પી ભરૂચ અને આઈ સી ડી એસ વિભાગ દ્વારા ઝગડીયા કોમ્યૂનિટી હોલ ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું..


જેમાં વર્લ્ડ વિઝન સંસ્થા ના મેનેજર વિનીત મેસી એ દૂરદર્શી ન્યૂઝ સાથે વાત કરતા જણવ્યું હતું કે ગુજરાત તેમજ દેશ વિદેશ તેમજ ભારત ના વિભિન્ન રાજ્યો માં ગ્રામ્ય લેવલ પર બાળ સુરક્ષા, શિક્ષણ સુધારવું , કુદરતી આફત ટાડવી બાળ લગ્ન અટકાવવા,કુપોષણ,બાળ મજૂરી રોકવાના મુદે બાળકો ને કેન્દ્ર માં રાખી આદિવાસી વિસ્તાર માં ગરીબ બાળકો માટે કામ કરતી સઁસ્થા છે..જેમાં નાના થી નાના ગામો સુધી પોહચી બાળકોમાંથી કુપોષણકેવી રીતે નષ્ટ કરવું ગામે ગામ જઈ ને પોષણ જાગૃતિ લાવી અભિયાન ચલાવું સગર્ભા સ્ત્રીઓ માતા ઓ કિશોરીઓ નું ધ્યાન રાખી તેમનો પૂરો ખ્યાલ રાખી કેવી રીતે કાળજી લેવી તેવા સુજાવો આપી પ્રોત્સાહિત કરતી સામાજિક રીતે કામ કરતું આવ્યું છે


ત્યારે તેના ભાગરૂપે તાલુકાના ગ્રામ્ય લેવલ પર ઉત્કૃષ્ટ કામ કરનાર અને સમાજ ને પ્રેરણા આપી અને હિંમત રાખી લોકો ને મદદરૂપ થતા તેવા બાળકો તથા અન્ય લોકો ને આ પ્રસંગે ઉપસ્થિત ઝગડીયા પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી તથા ઝગડીયા ના ટી ડી ઓ, પી ટી ઓ ઉર્મિલા બેન ચૌધરી,અને અન્ય વિશિષ્ટ આમન્ત્રિત મેહમાનો ના હસ્તે ભેટ આપી તેઓ નું બહુમાન કરવામાં આવ્યું હતું…

આ વર્લ્ડ વિઝન સંસ્થા દ્વારા ગ્રામ્ય લેવલ પર કામ કરતા બાળ સુરક્ષા સમિતિ ના બોર્ડ અને પોક્સો એક્ટ 2012 ના બોર્ડ નું પણ ઉદઘાન્ટન આમન્ત્રિત મેહમાનો દ્વારા કરી ગ્રામ્ય કામગીરી થી વાકેફ કરવામાં આવ્યા હતા..તથા નાના થી નાના ગામો માં પોહચી સંસ્થા તથા તેમની ટીમ દ્વારા બાળકો ને વધુ પ્રોત્સાહન મળે અંને વધુ લોકો સુધી માહિતી આપી તે દિશા માં અગ્રેસર રહી કામ કરવાની ઈચ્છા વર્લ્ડ વિઝન ના મેનેજર વિનીત મેસી એ વ્યક્ત કરી હતી….

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા


Share to