ઈકરામ મલેક:રાજપીપળા
સરકાર દ્વારા લાગુ કરાયેલી યોજનાઓ નો કોઈ પણ જાત નો લાભ સરપંચ દ્વારા વંચિત રાખવા નો ગંભીર આરોપ
પીવા ના પાણી ન 2 બોર ની મોટરો પણ સરપંચ દ્વારા કાઢી લેવા નો સનસનાટી પૂર્ણ આરોપ
નર્મદા જિલ્લાના રસીલા ગ્રામ પંચાયત હેઠળ આવતા બીડ ગામ ના ગ્રામજનોએ રોડ રસ્તા, પીવાના પાણી અને તૂટી ને ચીંથરે હાલ થઈ ગયેલી ગટર સહિતની સમસ્યાઓને લઈને સરપંચ દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી ન હોય અને સરકારી યોજનાઓ બીડ ગામના લોકોને ન મળે તેવા કેવા પ્રકારની આડ ખીલી રૂપ કામગીરી કરી લોકોને મળતા સરકારી લાભોથી વંચિત રાખવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોએ આવેદનપત્રમાં સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતા લખ્યું છે ગામમાં આવેલા ત્રણ પૈકી બે બોર ની મોટર પણ સરપંચ દ્વારા કાઢી લેવા મા આવી છે. પ્રાથમિક શાળા નજીક પારાવાર ગંદકી અને ગટર પણ તૂટી જતા ભારે કીચડ અને ગંદકીનો સામ્રાજ્ય સર્જાયો હોય પ્રાથમિક શાળાના બાળકોને મંદિર માં બેસાડી ભણાવવામાં આવે છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
બીડ ગામ મા 150 લોકો ની વસ્તી છે, લોકો ને પીવા ના પાણી લેવા માટે મજબૂરી થી નજીક મા આવેલા એક કેળા ના પેકીંગ હાઉસ મા જવું પડે છે. તેમજ બીડ ગામ મા જે બોર છે એ બોર નું પાણી પણ પીવા લાયક નથી દૂષિત પાણી પીવા મા આવતા લોકો મા ચામડી ના રોગો થઈ રહયા છે. લોકો મા વાળ ખરવા ની સમસ્યા વધી રહી છે, ઝાડા ઉલટી નું પણ વાવર છે, કોઈ પણ જાત ની દાળ બનાવી શકાતી નથી, ગામ લોકો ને જે ટાંકી માંથી પીવા નું પાણી અપાય છે એ ટાંકી ની છેલ્લા 7 વર્ષ થી સાફ સફાઈ થઈ નથી અને એ ટાંકી નું ઢાકણું તૂટી ગયેલ છે એ પણ નવું નાંખવા માટે ગ્રામપંચાયત કે સરપંચ ને સમય નથી??
આમ રસેલા ગ્રામ પંચાયત માં આવતા બીડ ગામના લોકોએ નર્મદા જિલ્લાના કલેકટર સમક્ષ સરપંચ ની ખોટી નીતિરીતિ અને ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આરોપો સાથે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રકારનો ખતરો તોળાઇ રહ્યો હોવાની વેદના આવેદનપત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનો દ્વારા સરપંચ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવતા આ મામલે યોગ્ય તપાસ કરવાની પણ માગણી બીડ ગામના લોકોએ કરી છે.હવે નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે કેવી અને કેટલી તપાસ કરવામાં આવે છે તે હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો