November 20, 2024

ઝઘડીયા ચાર રસ્તા થી અંધાર કાછલા ગામ સુધીનો રસ્તો અંત્યંત બિસ્માર.. ડ્રેનેજ લાઇન લીકેજથી સોસાયટીના રહીશો ત્રાહિમામ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકા ના ચાર રસ્તા થી અંધાર કાછલા ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, આ રસ્તાની હાલત એટલી ખરાબ થઇ છે કે રાહદારીઓને ચાલતા જવામા પણ તકલીફ પડતી હોય છે,વાહનોને આ રસ્તાથી પસાર કરવા પણ મુશ્કેલ બની જાય છે,આ રાસ્તાપર આવતા ઝઘડીયા એકતા નગરના સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ રસ્તાનું સમારકામ કરવામા આવ્યુ નથી તેમજ અહીંયા ગ્રામ પંચાયત દ્વારા ગટરલાઈન કરવામાં આવી હતી તે પણ બનાવ્યાના છ મહિના બાદ લીકેજ થઈ ગઈ હતી જેથી રસ્તા પર ગટરનુ દૂષિતપાણી ભરાઈ રહે છે તેમજ હાલ વરસાદ ના કારણે વધુ તખલીફ ઉભી થઈ રહી છે જેના કારણે એકતા નગર ના રહીશો ને રોગચારો પણ ફાટી નીકડ વાનો ભય સતાવી રહયો છે,આ બાબતની ફરિયાદ સ્થાનીક રહીસો દ્વારા ગાંધીનગર સુધી કરવામાં આવી છે છતાં પણ સત્તાધીશો નું પેટ નું પાણી હલતું નથી, અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ જ રસ્તા પર સરકારી ( ITI )તાલીમ કેન્દ્ર પણ આવેલું છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે આવે છે તેમજ સ્કૂલે જતા નાના ભૂલકાઓ પણ અહીં થીજ રોજ પસાર થઈ રહ્યા છે અને રાહદારીયો પણ ખુબ હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા સત્વરે આ રસ્તા નું વહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે …


Share to

You may have missed