પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીર વયની કિશોરી ગુમ થઇ જતા તેનું કોઇ અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા સાથે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ આ સગીરા ઝઘડિયા તાલુકાના એક ગામે પરિવાર સાથે રહેતી હતી. આ સગીરા ગામમાં એક અન્ય પરિવારના ઘરે રોજ સવારે ઘરકામ કરવા જતી હતી. ૧૪ વર્ષીય આ સગીરા ગત તા.૧૬ મીના રોજ કામે ગઇ હતી,પરંતું સમય થયા બાદ પણ ઘરે પાછી ન ફરતા તે જ્યાં ઘરકામ કરવા જતી હતી ત્યાં તપાસ કરતા જાણવા મળેલ કે સગીરા બપોરના સાડા અગિયાર વાગ્યાના સમયે કામ પુરૂ કરીને ઘરે પાછી જતી રહી હતી,
પરંતું સગીરા ઘરે પાછી ન ફરતા પરિવારજનો દ્વારા તેના મોબાઇલ પર અવારનવાર સંપર્ક કરતા તેનો ફોન બંધ હોવાનું જણાતું હતું. ત્યારબાદ ઘરના લોકોએ તેમની ગુમ થયેલ દિકરીની ગામમાં તેમજ અન્ય ગામોએ રહેતા સગાંસંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી. તેથી સગીરાની માતાએ નજીકના પોલીસ મથકમાં કોઇ અજાણ્યા ઇસમ દ્વારા તેમની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવા બાબતે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
#DNSNEWS
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી