DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

*જુનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ની બહેનો નું મુખ્યમંત્રી ના હસ્તેઅમદાવાદ ખાતે યોજાયેલ સન્માન સમારોહ માં સન્માન કરવામાં આવ્યુંમહિલા મંડળ ની બહેનો ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Share to



જુનાગઢ જીલ્લા માં કાર્યરત જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની કામગીરીને અને સેવાકીય પ્રવૃતિને ધ્યાને લઈને ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
     જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ જુનાગઢ માં 2011 થી કાર્યરત છે.
  અલગ અલગ સામાજિક કાર્ય દ્વારા આ સંસ્થા ના મુખ્ય સ્થાપક સમૂહ લગ્ન પ્રણેતા અને સમુહ લગ્ન સમિતિના પ્રમુખ અને આગેવાન હરસુખભાઇ વધાસીયા ના વડપણ હેઠળ ચાલતી સંસ્થા અને સંસ્થા ની જવાબદારી નિભાવતા પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા આ  બહેનો સર્વ જ્ઞાતિ ની જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપવાનુ કાર્ય કરે છે.એક પણ રૂપિયો લીધા વગર જે બહેનો જરૂર છે એવી બહેનોને આજ સુધીમાં 5500  સુધી વધારે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા છે .તે ઉપરાંત જુનાગઢ, સોમનાથ પોરબંદર અને રાજકોટ જિલ્લા ના 400 જેટલા ગામડાઓ માં બેઠકો યોજી ને મહિલા ને શૈક્ષણિક અને સામાજિક રીતે જાગૃત કરવાના કાર્યો કરેલ છે. આ ઉપરાંત સોરઠ પંથકના વિવિધ ગામોમાં સમૂહ લગ્ન કરીને ,2000 થી વધુ દીકરીઓને સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ  વઘાસિયા ના વડપણ હેઠળ આ સંસ્થા  દ્વારા કરવામાં આવેલ છે. તેમજ 36 થી વધુ ગામો માં સમાજ ભવન બનાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડેલ છે .તેમજ 80 થી વધુ મેડીકલ કેમ્પ યોજેલ છે  અને 500 થી વધુ આંતરીક સમાધાન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે
આમ, વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ને ધ્યાને લઈને આ સંસ્થા નું મુખ્ય મંત્રીશ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા ,ઉપપ્રમુખ શ્રી વિભાબેન ઠુમ્મર  ,મંત્રી શ્રી ચાર્મી લકડ ખજાનશ્રી ડોક્ટર પ્રતીક્ષા બેન મોરી, સહ ખજાનચી રેખાબેન હિરપરા અને તેમજ સમૂહ લગ્ન પ્રણેતા હરસુખ  વઘાસીયા એવોર્ડ લેવા માટે  હાજર રહેલ હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed