December 26, 2024

* નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં થતાં આક્રોશ * રૂ.૫૦ કરોડના ખચઁ ૧૮ માસમાં રસ્તાની કામગીરી પુણઁ કરાશે * શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી કંપનીને વકઁઓડઁર અપાયો છે.

Share to

તા.૧૨-૧૧-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના પગલે ૪૫ કિમી રસ્તાનું ભારે ધોવાણ અને ઠેર-ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકો જીવના જોખમ પસાર થવા મજબુર બન્યા છે.ઉડતી ધુળની ડમરી અને રોજેરોજ બનતી ગમખ્વાર અકસ્માતની ઘટના પગલે વાહનચાલકોમાં ભારે આક્રોશ ભભુકી ઉઠ્યો હતો.તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ રાજ્ય સરકારમાં રસ્તાના નવીનીકરણ માટે લેખિત-મૌખિક રજુઆત કરતાં સરકારે તાંત્રિક મંજુરી આપી

હતી.તમામ ઘટતી કામગીરી પુણઁ કરીને શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી કંપની વડોદરાને વકઁઓડઁર અપાતા રૂ.૫૦ કરોડના ખચઁ ૧૮ માસમાં રસ્તાની કામગીરી પુણઁ કરવાની રહેશે.રસ્તાના નવીનીકરણની કામગીરી દિવાળી પછી કામગીરી શરૂ કરાશે તેવી ચચાઁ હતી.પરંતુ દિવાળીના તહેવારને પુણઁ થયાને લાંબો સમય પસાર થઇ ચુક્યો છે.તેમ છતાં કામગીરી શરૂ કરાઇ નથી.એક અધીકારીએ જણાવ્યું હતું કે,ખાતમુહુર્તની વિધી સંપન્ન થયા પછી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી શકે તેમ છે.આ બાબતે જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ વાહનચાલકોના હિતમાં રસ્તાની કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો હાથધરે તેવી લોકમાંગ ઉઠી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed