જૂનાગઢ ગીરનાર તળેટી વિસ્તારમાં ગીરનાર લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શ્રધ્ધાળુઓને શકય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે જે સુત્રને ખરા અર્થમાં સાર્થક કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ
જૂનાગઢ જિલ્લાના ગીરનાર પર્વતની ફરતે લીલી પરીક્રમા તારીખ ૧૨/૧૧/૨૦૨૪ થી તારીખ ૧૫/૧૧/૨૦૨૪ સુધી આયોજન થયેલ છે. આ લીલી પરીક્રમામાં સંતો, મહંતો, ભાવીકો, શ્રધ્ધાળુઓ આ ગીરનારની લીલી પરીક્રમામાં દર્શાનાર્થે તેમજ પ્રવાસે મોટી સંખ્યામાં આવતા હોય છે. ચાલુ વર્ષે પણ ગીરનાર લીલી પરીક્રમામાં દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ ૧૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા રહેલ હોય, જે અન્વયે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં નેતૃત્વમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે તેમજ ગીરનારની લીલી પરીક્રમામાં આવનાર શ્રધ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને આશરે ૩૬ કિલોમીટર જેટલો ફોરેસ્ટ વિસ્તાર રહેલ છે. જે ફોરેસ્ટ વિસ્તારમાં શ્રધ્ધાળુઓને સહેલાઈથી પોલીસ મદદ મળી રહે અને પોલીસ શ્રધ્ધાળુઓને આ પરીક્રમા દરમ્યાન કઈ-કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા બંદોબસ્તમાં રોકાયેલ તમામ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓને ગીરનારની પરીક્રમા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા અને શ્રધ્ધાળુઓને શક્ય એટલી તમામ પોલીસ મદદ મળી રહે તે હેતુસર પુરતી તકેદારી રાખી યોગ્ય બંદોબસ્ત જાળવવા સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય.
ગીરનારની લીલી પરીક્રમામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય, જેથી પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા નળપાણીની ઘોડી, માળવેલા ઘોડી કે જે કપરા ચઢાણ હોય અને પરીક્રમામાં વૃધ્ધ પણ શ્રધ્ધાથી આવતા હોય જેથી આવા વૃધ્ધ લોકો આવા કપરા ચઢાણ ચડી શકવા સક્ષમ ન હોય તેવા લોકોને પોલીસ લાઠી બની મદદ કરવા જણાવવામાં આવેલ હોય. તેમજ સમગ્ર પરીક્રમાના સમગ્ર રૂટ પર કુલ-૪૨ જેટલી પોલીસ રાવટીઓ ઉભી કરવામાં આવેલ હોય જે રાવટીઓમાં રાઉન્ડ ધ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
પોલીસે કરેલ કામગીરી
(1) વિજયાબેન દેવજીભાઈ જસાણી ઉવ.આ.૬૮ રહે.જુનાગઢ વાળા ભુલા પડી ગયેલ હતા. જેથી જુનાગઢ બસ સ્ટેન્ડ સર્કલ ખાતે હાજર પોલીસ રટાફ દ્વારા તેમના પરીવારનો સંપર્ક કરી, તેમના પરીવારને સાથે મીલન કરાવેલ
(૨) ગીરનાર પર્વત ઉપર આવેલ કમંડળ ખાતે ત્રણ વયોવૃદ્ધ નાગરીકોની તબિયત લથડી ગયેલ હતી અને ડોલીવાળાની હડતાળ પણ ચાલુ હોય, જેથી ડોલી એસોસિએશના પ્રમુખ સાથે વાર્તાલાપ કરી, તેઓને સ્થિતિની ગંભીરતા બાબતે સમજ કરી ડોલીની વયવસ્થા કરવામાં આવેલ અને ડોલીવાળાના અને પોલીસના સહકાર અને સંયુક્ત
પ્રયાસોથી ત્રણેય નાગરિકોને હેમખેમ પહોંચાડી મેડીકલ અટેન્ડડન્સ આપવામાં આવેલ છે
(3) દિલીપ સોમાભાઈ ખીસડીયા ઉવ. 14 વર્ષનો છોકરો તેના રાગા પરીવારથી વિખુટો પડી ગયેલ હોય, જેથી બંબદોરતમાં હાજર રાવટી નંબર ૩૩ ના પોલીસ સ્ટાફ તથા ફરિસ્ટ ટીમ દ્વારા દિલીપ નો સંપર્ક કરી તેમના પરીવારને સોપી આપેલ છે.
(૪) ચંપાબેન વા/ઓ કાળુભાઈ મકવાણા રહે.રોણી વટામણ ચોકડી વાળા તેમન સંઘથી વિખુટા પડી જતાં રાવટી નંબર 5 ના પોલીસ સ્ટાફ દ્વારા તેમના સંઘ માણસોનો સંપર્ક કરી મેળાપ કરી આપેલ છે
(૫) મહારાષ્ટ્ર ના વતની નિવૃત્ત મહિલા પોલીસ ચાલી શકતા ન હોય અને તેઓ મહારાષ્ટ્ર ના હોય તેઓને રાવડી નંબર 7 ના પોલીસ સ્ટાફ દ્વારા પોલીરા વાન દ્વારા જુનાગઢ બરા સ્ટેન્ડ ખાતે મુકી આવેલ છે.
(4) દાનેશ્વરી પવાર ઉપ.૦૩ વાળા તેમના માતા-પિતાથી વીખુટા પડી જતા ભવનાથ સી ટીમ દ્વારા તેમના માતા- પિતાનો સંપર્ક કરી સોપી આપેલ છે.
(૩) નરેનન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૬૦ રહે. ભાવનગર વાળાને મરવેળા મંદિર ખાતે એટેક આવતા એનડીઆરએફ ટીમ સાથે રેરક્યુ કરી રારકરિયા ત્રણ રસ્તા ખાતે એમ્બ્યુલન્સ માં બેસાડી હોસ્પિટલ પોચડેલ છે
(2) ધનીબેન કઠેડા ઉવ.૫૫ વાળા તેમના પરિવાર થી વિખૂટા પડી ગયેલ હોય, ભવનાથ થી ટીમ દ્વારા તેમના પરીવારને સોપી આપેલ છે.
(૯) ઈટાવા ઘોડીથી 1.5 કિ.મી દુર યાત્રાળુ રસીકભાઈ ભુવનભાઈ ભરડવા ઉ.વ ૬૧ રહે.મોડાસા વાળા પરિક્રમા રૂટ ઉપર જતા તેઓને કોઈ કારણ સર લો બીધી થઈ જતા તેઓની સાથેના તેઓના પત્નીએ જાણ કરતા ઈટાવા થોડી ખાતે હાજર પોલીસ સ્ટાફ તથા ફોરસ્ટના સ્ટાફ દ્વારા ઇટાવા ચેક પોસ્ટ પર લાવી ૧૦૮ ને જાણ કરી તેઓને ૧૦૮ મારફતે તેમના પત્ની તથા સંબંધી સાથે જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપેલ છે.
(૧૦) સંભુભાઈ પ્રસાદભાઈ ઉંપ. 60 વાળ તેમના પરિવાર થી વિખુટ પડેલા હોય, જેથી તેમના પરીવારનો સંપર્ક કરી મેળાપ કરી આપેલ છે
(૧૧) લલિતાબેન ઉવ.૫૮ રહે. અમદાવાદ વાળા તેમના પરિવાર થી વિખુટા પડેલા હોય, જેથી તેમના પરીવારનો સંપર્ક કરી મેળાપ કરી આપેલ છે
(૧૨) કેતન હરસુખ ભાય રહે.વડોદરા વાળા પરીક્રમા કરવા આવેલ હતા, અને તેમનો મોબાઈલ ફોન ખોવાઇ ગયેલ હતો. જેથી પાજ નાકા પુલ ખાતે હાજર પોલીરા તથા હોમગાર્ડ દ્વારા મોબાઈલ ફોન શોધી આપેલ છે.
(૧૩) આવ ઉઘ.૦૫ વાળો તેમના પરિવાર થી વિખુટા પડેલા હોય, જેથી તેમના પરીવારનો સંપર્ક કરી મેળાપ કરી આપેલ છે.
(૧૪) યાત્રાળુનો મોબાઈલ ફોન ગુમ થઇ ગયેલ હોય જેથી મોબાઇલ ફોન શોધી આપેલ છે.
(૧૫) સીનીયર સીટીને એટેક આવતા પ્રાથમીક સારવાર આપી ૧૦૮ મારફતે હોસ્પીટલ ખાતે મોકલી આપેલ છે.
ગુલાબબા ઝાલા રહે.રાજકોટ વાળા પરીક્રમા દરમ્યાન તેમના પરીવારથી વિખૂટા પડી જતા તેમના પરીવારનો સંપર્ક કરી મેળાપ કરાવી આપેલ છે
વિનુભાઈ ડાયાભાઈ રહે.ઈવનગર વાળાનો પરીક્રમા દરમ્યાન મોબાઇલ ફોન ગુમ થઈ ગયેલ હતો અને પોલીસ ચવટી નંબર ૫ ખાતે હાજર પોલીસ સ્ટાફ દ્વારા શોધી આપેલ છે.
જુનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે હોસ્પિટલ ખાતે આવેલ નાના બાળક સાથે આવેલ મહિલાઓ ને મોડી રાત્રીનો સમય હોય કોઈ વાહન નહિ મળતા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી મદદ કરેલ છે
१७ લીલાબા જાડેજા રહે.કચ્છ વાળા વાળા પરીક્રમા દરમ્યાન તેમના પરીવારથી વિખુટા પડી જતા તેમના પરીવારનો સંપર્ક કરીમેળાપ કરાવી આપેલ છે
આમ ગીરનાર પરીક્રમા દરમ્યાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓ, શ્રધ્ધાળુઓની શક્ય તેટલી તમામ ત્વરીત મદદ કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે જે સુત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે.
– માનવતા સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ.- જૂનાગઢ પોલીસ આપની શાંતી, સુરક્ષા અને સલામતી માટે કટ્ટીબધ્ધ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ
જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકામા ઘરફોડ કરનાર અને ગુનાઇત ઇતીહાસ ધરાવનાર અલગ-અલગ જીલ્લાના કુલ-૭ ઘરફોડ ગુનાઓમો સંડોવાયેલ ઇસમને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો