November 21, 2024

જુનાગઢ પોલીસના “મારૂ ગામ સુરક્ષીત ગામ”, “મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી” અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી રાયજીબાગ સોસાયટી દ્વારા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા

Share to

भूनागढ पोलीस अधिक्ष हर्ष महेता साहेन द्वारा Gujarat Public Saftey Enforcement Act -2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લાના લોકોને ભીડ-ભાડ વાળા લોકેશન, પેટ્રોલ પંપ, શોપીંગ મોલ, સ્કૂલ/કોલેજ, જાહેર મેળાવડા ખાતે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે છેલ્લા ૧ વર્ષથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

ૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા કરેલ અપીલના આધારે જૂનાગઢ શહેરના સી ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર સ્થીત રાયજીબાગ સોસાયટીના રહીશો દ્વારા લોકભાગીદારીથી ૧૮ સીસીટીવી કેમેરા જાહેર માર્ગ ઉપર વ્યકતિનો સ્પષ્ટ ચહેરો તથા વાહનના નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે અત્રેની કચેરીની નેત્રમ શાખા સાથે ઓનલાઇન લીંક કરી અને ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

રાયજીબાગ સોસાયટીના રહીશો દ્વારા લોકભાગીદારીથી CCTV કેમેરાનું ઉદ્ઘાટન આજ રોજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબના હસ્તે કરવામાં આવેલ અને રાયજીબાગ સોસાયટીના રહીશો બરા જૂનાગઢ જિલ્લા પોલીસના “મારૂ ગામ સુરક્ષીત ગામ”,”મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી* અભિયાનમાં સહયોગ આપવા બદલ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા અભિનંદન આપવામાં આવેલ.

પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા છેલ્લા ૧ વર્ષમાં જૂનાગઢ જિલ્લાના કુલ ૪૧૦ સરપંચશ્રીઓને પત્ર લખી “મારૂ ગામ સુરક્ષીત ગામ” “મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી- અભીયાન અંતર્ગત મહતમ લોકેશન ઉપર CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા અપીલ કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરના મધ્યમાં સ્થીત રાયજીબાગ સોસાયટી, દાણાપીઠ ગ્રેઇન માર્કેટ, રાજીવ ગાંધી પાર્ક, જલારામ સોસાયટી, માંગનાથ રોડ, અન્ય શોપીંગ કોમ્પ્લેક્ષ, પેટ્રોલ પંપ, શાળા/કોલેજ દ્રારા જૂનાગઢ શહેરમાં ૧૦૦૦ થી વધુ CCTV કેમેરા તથા વિવિધ સંસ્થાઓ, ગામના સરપંચશ્રીઓ વિગેરે મળી જિલ્લામાં કુલ ૫૦૦૦ થી વધુ CCTV કેમેરા જન ભાગીદારીથી ઇન્સ્ટોલ થયેલ છે.

જૂનાગઢ પોલીસ અધિક્ષકની કચેરી સ્થીત નેત્રમ શાખા ખાતે ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ Phasel અંતર્ગત જૂનાગઢ શહેરમાં હાલમાં કુલ ૨૮૫ CCTV કેમેરા દ્વારા ૨૪*૭ મોનીટરીંગ કરી ક્રાઇમ એનાલીસીસ, ક્રાઇમ ડીટેકશન, ટ્રાફીક મેનેજમેન્ટની કામગીરી કરવામાં આવે છે અને હાલમાં ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ Phase II અંતર્ગત હજુ વધારે ૪પ૨ CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ થવા ઉપર છે એમ ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ ૭૩૭ CCTV કેમેરાનું નેટવર્ક થનાર છે.

જૂનાગઢ જિલ્લામાં સ્થીત સોસાયટીના રહીશો અન્ય શોપીંગ કોમ્પ્લેક્ષ, શો-રૂમના માલીકો વિગેરેને જુનાગઢ પોલીસના “મારૂ ગામ સુરક્ષીત ગામ”, “મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી” અભિયાન જોડાવવા અપીલ કરવામાં આવે છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed