December 26, 2024

*ભારે વરસાદને પગલે આવતીકાલે તા.૨૭ ઓગસ્ટના રોજ છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ*

Share to

*છોટાઉદેપુર, સોમવાર ::* છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે તેમજ હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરેલ હોવાથી આવતીકાલે તા.૨૭/૦૮/૨૦૨૪ ને મંગળવારનાં રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓને રજા બાબતે જાણ કરવામાં આવી હોવાનું છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed