*છોટાઉદેપુર, સોમવાર ::* છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે તેમજ હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરેલ હોવાથી આવતીકાલે તા.૨૭/૦૮/૨૦૨૪ ને મંગળવારનાં રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશ્રીઓને રજા બાબતે જાણ કરવામાં આવી હોવાનું છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન