—–
સૂરતઃ શુક્રવારઃ- સૂરતની પાલ ખાતેની આર.ટી.ઓ. કચેરી દ્વારા ઓટોરીક્ષા, પેસન્જર, ગુડસ વાહનો જેવા ચાર ચક્રીય વાહનો માટે નંબર ૧ થી ૯૯૯૯ માટેની જીજે-૦૫-આરપી (GJ.05.RP) માટેની નવી સીરીઝની સુવર્ણ અને રજત નંબરોની હરાજી થનાર છે.
આ સીરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે વાહન માલિકોની અરજી તા.૧૩/૯/૨૦૨૧ થી તા.૧૯/૯/૨૦૨૧મીના દરમિયાન ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરવાના રહેશે. હરાજીનું બિડિંગ તા.૧૬ થી તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી બિડીગ ઓપન થશે. તા.૨૯મીએ ફોર્મ જમા કરવાના રહેશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ઓનલાઇન સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવા કરવામાં નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો