November 22, 2024

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગતજિલ્લાની શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રો ખાતે કિચન ગાર્ડનનું પ્લાન્ટેશન કરવામાં આવ્યુંઃ

Share to


સુરતઃશુક્રવારઃ- સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે સપ્ટેમ્બર માસની ‘‘પોષણ માસ’’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સહી પોષણ દેશ રોશનની ચાર સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આજરોજ સુરત જિલ્લામાં પોષણ માસની ઉજવણી સંદર્ભે આંગણવાડી, શાળાઓના કમ્પાઉન્ડમાં ઉપલબ્ધ જમીનમાં કિચન ગાર્ડન કેવી રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન તથા નવું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. કુપોષણને નાથવા માટે શાળાઓમાં કિચન ગાર્ડન બનાવીને પાંદડાવાળા, વેલાવાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું આમ કિચન ગાર્ડન બનાવીને બાળકોને સારૂ પોષણ પુરૂ પાડી શકાય તે માટેનું આંગણવાડી-તેડાગર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Share to