નેત્રંગ નગર મા આજે બપોરે બે વાગે તિરંગા યાત્રા ભક્ત હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરશે.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ,તા.૧૨-૦૮-૨૪.
૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્ર્ય દિન નિમિતે સરકારશ્રી થકી અનેક કાયઁકમો યોજાય રહ્યા છે. ” હર ઘર તિરંગા” ના અભિયાન ની સાથે સાથે દરેક ગામ નગરોમા ભવ્ય તિરંગા યાત્રા યોજાય તેવા સરકારશ્રીનો અભિગમને લઈ ને નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી ની અધ્યક્ષતામા આજે ૧૨મીના રોજ મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ,શાળા કોલેજ ના આચાર્ય,તાલુકા પંચાયત પ્રમુખ,સભ્યો સામાજીક સંગઠનનાં આગેવાનો સાથે
તા.૧૩મી ને મંગળવાર ના રોજ બપોર ના બે કલાકે તિરંગા યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ છે. જેનો રુટ શ્રી મતી એમ એમ ભક્ત હાઇસ્કુલ થી શરુ થશે જે જીનબજાર,મંગળવારી હાટ બજાર,ગાંધીબજાર,જલારામ ફળીયુ,ગ્રામ પંચાયત સેવાસદન,સ્ટેશન રોડ,જવાહરબજાર,ચાર રસ્તા થઈ,તાલુકા સેવાસદન થઈ ભક્ત હાઈસ્કૂલ પરત ફરશે, આ તિરંગા યાત્રામા લોકો સહભાગી થાય તેના અનુસંધાને આ મીટીંગ યોજવામા આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો