November 22, 2024

જૂનાગઢ પોલીસે ગાંધીગ્રામ વિસ્તારનામાંથી 2 બુટલેગર” ભુપત કોડીયાતર અને કિરીટ ઉર્ફે કીડો છેલાણા ને પકડી પડ્યા પોલીસે પાસા કાયદા હેઠળ  વડોદરા તેમજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ધકેલ્યા

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ સી ડીવીઝન પો.સ્ટે. દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટરશ્રી અનીલ રાણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત (૧) ભુપત પુંજાભાઈ કોડીયાતર તથા (૨) કિરીટ ઉર્ફે કીડી ભગાભાઇ છેલાણા રહે.બન્ને જૂનાગઢવાળાઓ વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ શ્રી જે.જે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપીઓ હાલ ગાંધીગ્રામ, ધરમઅવેડા પાસે આવેલ તેના રહોણાંક મકાન નજીક હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા તા.૨૩/૦૭/૨૦૨૪ ના રોજ અટક કરી અનુક્રમે સેન્ટ્રલ જેલ, વડોદરા તથા સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ.


આરોપીઓ(૧) ભુપત પુંજાભાઈ કોડીયાતર, . ગાંધીગ્રામ પરમ અવેડાની સામે, જૂનાગઢ (2) કિરીટ ઉર્ફે કીડો ભગાભાઈ છેલાણા, સીંધી સોસાયટી, અશોક બેકરી પાછળ, ગાંધીગ્રામ, જૂનાગઢ
આ કામગીરીમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે. પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી આર.પી. વણજારા તથા ક્રાઇમ બ્રાન્ય, જૂનાગઢના એ.એસ.આઇ, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. જીતેષ મારૂ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા સી ડીવી.ઝન પો.સ્ટે. પો.હેડ.કોન્સ. સંજયસિંહ રાઠોડ, વિકાસભાઈ ડોડીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to