November 22, 2024

જુનાગઢના ભેસાણમાં હવામાન વિભાગની આગાહીના પગલે સાકરોડીડેમ ગુજરીયા ડેમ ઉબેડડેમ પસવાડાડેમ ઓવરફ્લો થવાની શક્યતા

Share to

જૂનાગઢમાં સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ થયા મેઘાની અવિરત બેટિંગ જેમાં જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ભેસાણમ ગતરાત્રી થી ભારે વરસાદ વરસ્યો જેમાં તાલુકાના મોટાભાગના ગામડામાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ઉબેણનદી બેકાંઠે વહી ખાસ કરીને ખેડૂતો માટે જીવાદોરી સમાન તાલુકામાં નાની મોટી સિંચાઈ યોજના પાંચ થી છ ડેમ આવેલા છેજેમાં સાકરોડી ડેમ, પસવાડા, ગુજરીયા અને ઉબેણ ડેમ આ બધાડેમમાં 95% જેવી પાણીની આવક જોવા મળી રહી છે હજુ 24 કલાક વરસાદ આવે તો તાલુકાના બધા ડેમ છલકાઈ જોવાની પૂરેપૂરી શક્યતા છે કલેક્ટર દ્વારા નીચાવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે હા ડેમો તાલુકાના ગામડાઓને પિયતનું પાણી પૂરું પાડતો હોય તાલુકામાં સારો વરસાદ પડતા ખેડૂતો માની રહ્યા છે કે ખેતીની ઉપજો સારી આવશે પસવાડા ગામના સરપંચ અને ખેડૂતોએ ફૂલથી પાણીના વધામણા કર્યા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to