October 17, 2024

જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકો છેલ્લા બે માસથી સારી એવી જળવાઈ રહી છે હરાજી નો ભાવ 1400 થી 1600 બોલાવ્યો

Share to



જુનાગઢ જિલ્લામાં ચોમાસુ પિયતમાં વાવણીમાં ખેડૂતોએ કપાસનું બમણું વાવેતર કરેલું હતું જેમાં ચોમાસા સિઝન  દરમિયાન માત્ર દોઢ મહિનો જ વરસાદ આવ્યો હતો અને ત્યાર પછી દોઢ મહિનો વરસાદ ન હતો ખેડૂતોએ પિયત પાઈને બિયારણ ઉચી મજુરી સહિતનો ખર્ચ ચડાવીને માંડ માંડ કપાસ પકવ્યો હતો તોપણ કપાસનું ઉત્પાદન વીઘે 20 મણ થતું હોય એ માત્ર 8 થી 12 માણજ થયું છે ઉત્પાદનને લઈને ખેડૂતોને બમણો માર પડ્યો છે ઉત્પાદન પણ ઓછું આવ્યું છે અને માર્કેટિંગ યાર્ડ માં ભાવ પણ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે ન્યુ યોર્ક કોટન વાયદા બજાર પણ છેલ્લા 20 દિવસ ઊંચા નીચી જોવા મળી રહી છે આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના હરાજીના ભાવ કોલેટી પ્રમાણે 1400 થી 1600 મળ્યા જ્યારે ગયા વર્ષની સરખામણી કરીએ તો 2000 સુધીનો મણ ના ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા આજે માત્ર 1400 થી 1600 રૂપિયા ભાવ ઓછા મળતા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે મોંઘવારી પ્રમાણે કપાસની નિકાસ કરવામાં આવે ખેડૂતોને ₹2,000 જેવો ભાવ તો મળવોજ જોઈએ તો જ ખેતી ખર્ચ પોસાય તેમ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed