December 26, 2024

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખા ગુન્હાના ભેદ ઉકેલવામાં રાજ્યમાં સતત નવમી વખત પ્રથમ નંબરે આવી જૂનાગઢ નેત્રમ પોલીસને અત્યાર સુધીમાં 14 એવોર્ડ તો મળી ચૂક્યા છે અને આજે ફરી ગુજરાત રાજ્યના પોલીસ વડા વીકાસ સહાય દ્વારા સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરાયા

Share to





જૂનાગઢ માં સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને સતત નવમી વખત પ્રથમ નંબર અને માર્ગ સુરક્ષા (ઇ-ચલણ) અંતર્ગત ત્રીજી વખત અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ એમ કુલ ૧૪ વખત એવોર્ડ આપી સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વીકાસ સહાય,
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે.

જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સમાન શોધી, “પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે,

Haward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્વારા રાજ્યના તમામ જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૩ ના ક્વાર્ટર-૨ (તા. ૦૧/૦૪/૨૦૨૩ થી ૩૦/૦૬/૨૦૨૩ સુધીના) સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવેલ હતું. મુલ્યાંકન બાદ કમીટી દ્વારા જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત નવી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર તેમજ માર્ગ સુરક્ષા (ઇ ચલણ) કેટેગરીમાં ત્રીજી વખત ગુજરાત રાજ્યમાં દ્વિતિય નંબર આપવામાં આવેલ હતો, નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એય,મશરૂની ટીમના પોલીસ કોન્સ. હરસુખભાઇ સિસોદીયા તેમજ શિલ્પાબેન કટારીયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા નેત્રમ શાખાને ૧૪ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૯ વખત

કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં નવેય વખત જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ ૩ વખત ઇ-ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ર વખત ઇ-કોપ એવૉર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખાના નોડલ ઓફીસર એ.એસ.પટણી, પી.એસ.આઇ, પી.એચ.મશરૂ એ.એસ.આઇ. વર્ષાબેન વધાસીયા, હે.કોન્સ., રામશી ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેધનાથી, વિક્રમ જીલડીયા, જાનવી ઘટોડીયા, હીના વૈગડા, કિંજલ કાનગડ, દેવેન સીંધવ, હરસુખ સીસોદીયા, ચેતન સોલંકી, શિલ્પા કટારીયા, હાર્દીક સીસોદીયા, અંજના ચવાણ, પાયલ વકાતર એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલ મહેતા કીસન સુખાનંદી, ધવલ રૈયાણી, જેમીન ગામી એમ કુલ ૨૧ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાથી ૨૪*૭ મોનીટરીંગ કરી કાઇમ એનાલીસીસ અને ડીટેક્શન તેમજ ઇ-ચલણની કામગીરી કરવામાં આવે છે.

જૂનાગઢ નેત્રમ શાખાની ટીમને અગાઉ માટે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર – ૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રીલ – ૨૦૨૩ અને જુલાઇ – ૨૦૧૩, સપ્ટેમ્બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં) માં પણ ડી.જી.પી. શ્રી દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્વારા ફન્ન ૨૫ વર્ષના અંતરે ૧૪ – ૧૪ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ

ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં બનાવનો ભેદ ઉકેલવામાં પ્રથમ નંબર તથા માર્ગ સુરક્ષા (ઇ-ચલણ)માં દ્વિતિય નંબર મેળવેલ અને જૂનાગઢ પોલીસનું ગૌરવ વધારતા જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા દ્વારા નેત્રમ શાખા ખાતે રૂબરૂ મુલાકાત કરી અને નેત્રમ શાખાની સમગ્ર ટીમને અભીનંદન આપેલ હતા તેમજ હજુ વધુ કઇ રીતે ક્રાઇમ ડીટેક્શન કરી શકાય? અને લોકોમાં ટ્રાફીક અવેરનેસ આવે તે બાબતે વધુ ઇ-ચલણ આપવા વિગેરે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ. તેમજ વિશ્વાસ પ્રોજેક્ટના Phase || માં ક્યા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરીયાત છે? તેની વિગતવાર માહિતી તૈયાર કરવા સૂચના આપેલ હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed