નેત્રંગ ના વણખૂંટા ગામ ખાતે કુદરતી હાજતે ગયેલ નવ વર્ષીય બાળક પર દીપડા હુમલો કરી ફાડી ખાતા કમ કમાટી ભર્યુ મોત નીપજાવ્યું હતું..
ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તાર ને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દીપડા ઓ જોવા મળતા હોય છે, કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવ ના હોવાનું કહેવાય છે, જોકે એક આદમ ખોર દીપડા ના આતંક ના કારણે વણખૂટા ગામના માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે.. નેત્રંગ તાલુકા ના વણખુંટા ગામ ના નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયા ભાઈ દેવેન્દ્ર ભાઈ વસાવા ગત સાંજ ના સમયે ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હતો, તે દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયા ને ખેંચી ને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,..
ઘટના અંગેની જાણ ગ્રામજનો ને થતા તેઓએ તેના પરિવાર અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટ ને જાણ કરી બાળક ની શોધખોળ હાથ ધરી હતી .જે બાદ જંગલ વિસ્તાર માંથી મૃત હાલત માં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળક ની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી… આદમખોર દીપડા ની દહેશત ના પગલે સમગ્ર વિસ્તાર માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે વન વિભાગ આ દીપડાને ક્યારે પાંજરે પૂરવામાં સફળ થાય છે તે જોવું રહ્યું..
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો