November 21, 2024

નેત્રંગના રેલ્વે સ્ટેશન-પોલીસ કવાટઁસ વિસ્તારમાં ગંદકીથી રોગચાળોની દહેશત.

Share to



તા.૦૯-૦૮-૨૦૨૧ નેત્રંગ

નેત્રંગ ગ્રા.પંચાયતને સેવાસદન પાસે આવેલ રેલ્વે સ્ટેશન અને પોલીસ કવાટઁસ વિસ્તારમાં ગંદકી-કાદવકિચડથી રોગચાળોની દહેશતની સાથે વસવાટ કરતા રહીશો હેરાનપરેશાન થઇ રહ્યા છે.તો બીજી તરફ સાફસફાઈ બાબતે ગ્રા.પંચાયતના સતાધિશો રેલ્વેતંત્ર આડખીલી બનતી હોવાનું બહાનું આગળ ધરી કોઇપણ જાતની કામગીરી કરવા માંગતી નથી.

જેમાં અંકલેશ્વરથી નેત્રંગ સુધી વઁષો પહેલા કાચામાલની હેરાફેરી માટે નેરોગ્રેજ રેલ્વે શરૂ કરવામાં આવી હતી.જેનું મુખ્ય રેલ્વે સ્ટેશન નેત્રંગના આવેલ ગાંધીબજાર પાસે આવેલ છે.સન ૧૯૯૪ માં અમરાવતી નદીમાં ભારે પુર આવતા રેલ્વેના પાટા અને પુલોને ભારે નુકસાન થવાથી રેલ્વેલાઇન બંધ પડી હોવાથી મુખ્ય રેલ્વે સ્ટેશ ખંડેર હાલતમાં છે. જેને લઇને સ્ટેશન વિસ્તારના ઉપ ના ભાગમાં રહેતા રહીશો દ્રારા તમામ પ્રકારના વપરાશના પાણીનો નિકાલ બેરોકટોક રેલ્વેસ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે.જેને લઇને ગંદકી ના ઢગલા જામી રહ્યા છે.કાદવકિચડ ભારે માત્રમાં થતા આ વિસ્તારમાંથી જીનબજાર વિસ્તારમાં આવેલ દેવમંદિરોએ,બેંકોમાં,પોષ્ટ ઓફીસ વિગેરે જગ્યાએ જવા માટે વાહનચાલકો અને રાહદારીયોઓને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહયો છે.ગંદકી-કાદવકિચડને લઇને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે.

આ બાબતે ગ્રા.પંચાયતના સતાધિશોનું ધ્યાન દોરતા જણાવેલ કે,સાફસફાઈ કરાવી છે.પરંતુ રેલ્વેતંત્ર કરવા દેતું નથી.બીજી તરફ ૧૯૯૪ થી બંધ પડેલ નેરોગ્રેજ રેલ્વે લાઇનના પાટા ઉખાડવાની કામગીરી ઝધડીયા-નેત્રંગ વચ્ચેના વિસ્તારમાં ચાલુ છે.રેલ્વે તંત્ર સાફસફાઈ બાબતે આડખીલી બનવાના બદલે હકારાત્મક અભિગમ અપનાવી જન આરોગ્ય ની સુખાકારી માટે ગ્રા.પંચાયતના સતાધિશોને સહકાર આપે તેવું પ્રજામા ચઁચાઇ રહયુ છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to