December 26, 2024

લુંટના ગુનામાં છેલ્લા આઠ મહીનાથી નાસતા ફરતા આરોપીને વંઠેવાડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

Share to

ભરૂચ જિલ્લા ના ઝઘડીયા પાસે આવેલ આવેલ રેવા એગ્રોથી ઝઘડીયા કોર્ટ તરફ જવાના રોડ ઉપર એક ઇસમને રસ્તામાં આંતરી માર મારી તારીખ 12-12-2022 ના રોજ મોબાઇલ તથા રોક્ડા રૂપિયાની લુંટ થયેલ જે ગુનાનો ભરૂચ એલ.સી.બી. પોલીસે ગણતરીના દીવસોમાં ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપી વિજયભાઇ રમેશભાઇ વસાવાને પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરેલ હોય જે આરોપીઓ પકડવાના બાકી હોય તે લુંટના આરોપીઓ તથા ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી ઉત્સવ બારોટ નાઓએ એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ

જે અન્વયે પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી.ની ટીમ ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી ખાનગી
બાતમી મળેલ કે, “ઝગડીયા પો.સ્ટે.ના લુંટના ગુનાના કામે નાસતો ફરતો આરોપી દિલીપભાઇ ગુણવંતભાઇ વસાવા રહે, ભમાડીયા ગામ તા.વાલીયા જી. ભરૂચનાનો વંઠેવાડ ગામના બસ સ્ટેન્ડ પાસે જોવામાં આવેલ છે” જે બાતમી હકીકત આધારે પોલીસ માણસો સાથે વંઠેવાડ બસ સ્ટેન્ડ ખાતે જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળો આરોપી દિલીપભાઇ ગુણવંતભાઇ વસાવા રહે, ભમાડીયા ગામ, શામળ ફળીયું તા.વાલીયા જી. ભરૂચ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લઇ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઝઘડીયા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યો હતો..


Share to

You may have missed