માતૃભૂમિ અને વીરોના બલિદાનનું ઋણસ્વીકાર કરવાનો અનેરો અવસર: જિલ્લા કેલકટર શ્રી તુષાર સુમેરા
તા.૯મી ઓગષ્ટથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ ગ્રામ પંચાયતથી શરૂ થશે
ભરૂચ:સોમવાર: આઝાદીના અમૃત મહોત્સવના પર્ણાહુતીના અવસરે “મારી માટી મારો દેશ, માતૃભુમિને નમન વીરોને વંદન″ કાર્યક્રમ આગામી તા. ૦૯મી, ઓગષ્ટથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અન્ન, પાણી અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ ગ્રામ પંચાયત સ્તરેથી શરૂ થશે.
આ કાર્યક્રમમાં ગ્રામ્ય સ્તર, તાલુકા કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાષ્ટ્રીય કક્ષાએ આ કાર્યક્રમ યોજાશે.જિલ્લાના ૯ તાલુકાઓની ૫૪૫ ગામ પંચાયત ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરાશે.
જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજનાનારા આ કાર્યક્રમને પાંચ વિવિધ આયામો હેઠળ આવરી લેવામાં આવ્યો છે.જેમાં પ્રથમ આયામ શિલાફલકમ છે. શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. ગામમાં કોઇ જવાન લશ્કરીદળમાં કે પોલીસ દળમાં સેવા આપતા શહીદ થયા હોય તેનું નામ લખવામાં આવશે જયાં અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે એવી ગ્રામ પંચાયતમાં એક શિલાફલકમ્ તૈયાર કરવામાં આવશે. જયાં અમૃત સરોવર નથી એવા ગામોમાં કોઇ સારા જળસ્રોત હોય એવી જગ્યાએ શિલાફલકમ્ તૈયાર કરી સ્થાપિત કરાશે.
‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન ભરૂચ જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે. ભરૂચ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે, આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. ઉપસ્થિત સૌ પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. નિયત સ્થળોએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરાશે.
આ ઉપરાંત ‘વસુધા વંદન’ અંતર્ગત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ‘વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. ગ્રામ પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ૭૫ જેટલા રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરીને ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે એવી વિગતો જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે.
આ ઉપરાંત, માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચાડાશે. ગામથી તાલુકા સુધીની મિટ્ટી યાત્રા પણ યોજાશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર લઈ જવામાં આવશે. આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ છે. આ ઝુંબેશમાં ગામડાઓમાંથી અંદાજીત ૧.૫૦ કરોડ લોકો જોડાશે અને ૧૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.
આ અભિયાનના ભાગરૂપે જિલ્લાની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાશે, જેમાં સરપંચ, પંચાયતના સભ્યો, આશાવર્કર, ગ્રામસેવકો, ગ્રામજનો જોડાશે. સાથોસાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભારત, અટલ પેન્શન. પી.એમ. જીવનજ્યોતિ વિમા યોજનાના કેમ્પ યોજી લાભાર્થીઓને લાભાન્વિત કરાશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ વી ડાંગી, નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ પણ જોડાયા હતા.
More Stories
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર
નેત્રંગ ના વડપાન પંથકની સીમમા છેલ્લા ૧૧ દિવસ થી ભયનો માહોલ ફેલાવનાર ખૂંખાર દીપડો પિંજરામા કેદ