*રાજપીપલાના સૂર્ય દરવાજાથી સફેદ ટાવર સુધી પ્રારંભાયેલી રેલીમાં દીકરીઓએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના સુત્રોચાર કરીને નગરજનોને જાગૃત કર્યા*
નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ ‘નારી વંદન ઉત્સવ’ ની સપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપલાના સૂર્ય દરવાજાથી સફેદ ટાવર સુધી યોજાયેલી પદયાત્રાને ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો.
આ પસંગે ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, નર્મદા જિલ્લાની મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને મહિલા ઉત્કર્ષ માટે ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી મહત્વની ભૂમિકા ભજવશે.
નર્મદા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી જે.બી.પરમાર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જી.એ.સરવૈયાના નેતૃત્વ હેઠળ આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ મુખ્ય માર્ગ પરથી પસાર થઈને સફેદ ટાવર ખાતે સંપન્ન થઈ હતી.
આ પદયાત્રામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ-DLSS ની દીકરીઓ, ૧૮૧ ટીમ અભયમ, પોલીસના જવાનોએ પ્લે કાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યા હતો. બીજી તરફ નગરજનોએ આ પદયાત્રાને આવકાર આપ્યો હતો.
આ તકે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જે.બી.પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લાની મહિલા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સપ્તાહ દરમિયાન વિવિધ થીમ હેઠળ કાર્યકરો યોજાશે. આજે યોજાયેલા મહિલા સુરક્ષા દિન નિમિત્તે મહિલા શક્તિને બિરદવવાના આશય સાથે યોજાયેલી આ પદયાત્રાને લોકોનો પણ ખૂબ આવકાર મળ્યો છે.
દીકરીઓએ પણ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સહિત સ્ત્રી શોષણ તેમજ ભૃણ હત્યાને રોકવા અંગે પ્લેકાર્ડસ અને સુત્રોચાર થકી જાગૃત કાર્ય હતા. આ વેળાએ ‘She ટીમ’, DLSS કોચ શ્રી હિરલબેન વસાવા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ પદયાત્રામાં જોડાયા હતા.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.