November 21, 2024

નેત્રંગ નગર મા આવેલ પંચાયત વારીગૃહ કુવાઓમા તેમજ બોરોમા નવા પાણીના ઝરો શરૂ થતા.આંતરે દિવસે પાણીનો કાપ દુર કરાતા ગૃહિણીઓ ને રાહત શ્વાસ લીધો,

Share to



નેત્રંગ, તા,૧૯-૦૭-૨૩.

નેત્રંગ નગર ના કેટલાક વિસ્તારોમા છેલ્લા બે માસ ઉપરાંત થી પાણીનો કાપ મુકવામા આવેલ જે ચાલુ ચોમાસ ની સિઝન દરમિયાન પંચાયત વારીગુહ કુવાઓમા તેમજ બોરોમા નવા પાણીના ઝર શરૂ થતા પાણી નો કાપ દુર કરાતા ગુહીણીઓ ને રાહત થતા આનંદ ની લાગણી ફરીવળી છે.
નેત્રંગ નગર મા ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન પંચાયત વારીગુહ ના કુવાઓ તેમજ બોરોમા પાણીના સ્તર તળીએ જતા રહેતા, છેલ્લા બે માસ ઉપરાંત થી પાણીનો કાપ મુકી આંતરે દિવસે પંચાયત પાણી પુરવઠા વિભાગ થકી પીવાનુ પાણી માંદ અડધોથી પોણો કલાક નગરના મોટા ભાગના વિસ્તારો મા આપવાની ન છુટકે નોબત આવી પડી હતી, ચાલુ સાલે ચોમાસુ શરૂ થયાને ધણા દિવસો વિતી ગયા હોવા છતા પંચાયત વારીગુહ કુવાઓમા તેમજ બોરોમા નવા પાણીના ઝર શરૂ નહિ થતા અડધો જુલાઇ માસ પસાર થઇ ગયો હોવા છતા પણ ભર ચોમાસે પણ આંતરે દિવસે પાણી નસીબ થતા નગરજનો હેરાનપરેશાન થઇ ઉઠ્યા હતા, નેત્રંગ નગર સહિત પંથક મા છેલ્લા ચાર પાંચ દિવસ થી મેધરાજા ધીમીધરાએ વરસતા પાણી જમીન મા નીચે સુધી ઉતરતા પંથક ભરમા આવેલ કુવાઓ તેમજ બોરોમા નવા પાણીના ઝર શરૂ થયા છે. જેમા નેત્રંગ ગ્રામપંચાયત વારીગુહના કુવાઓ તેમજ બોરોમા નવા પાણીની આવક શરૂ થતા કુવાઓ તેમજ બોરોમા પાણીના સ્તર ઉચે આવતા પાણીની આવક મા નોંધપાત્ર વધારો થતા સરપંચ હરેન્દ્રસિહ દેશમુખ તેમજ તલાટી વાજાએ ગ્રામપંચાયત પાણીપુરવઠા વિભાગ ના કમઁચારીઓને પાણી કાપ ઉઠાવી લઇ રોજેરોજ પાણી પુરવઠો આપવાનુ સુચન કરતા છેલ્લા બે દિવસ થી પાણીનો કાપ દુર કરાતા નગર ની ગુહીણીઓ એ રાહત નો શ્વાસ લીધો છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed