ડિજિટલ યુગમાં મોબાઈલ બન્યો જુગારીઓ નો સહારો…
વિના પરિશ્રમ વહેલી તકે રૂપિયા કમાવવાની લાલચે જુગાર ના રવાડે ચડતું યુવાધન…
ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે વરલી મટકાનો જુગાર રમાડતી એક મહિલા ઝડપાઇ હતી,જ્યારે એક ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.ગત તારીખ ૧૭ મીએ પોલીસ સ્ટાફ ઝઘડિયા પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે લીમોદરા ગામે સુકવણા ફળિયામાં રહેતી રંજનબેન શૈલેષભાઇ વસાવા તેના ઘરની આગળના ભાગે બેસીને આંક ફરકના આંકડા લખી જગાર રમાડે છે તેમ માહિતી મળતા પોલીસે રેડ કરતા ત્યાં એક બહેન ઘરની આગળ ખુલ્લી અડાળીમાં ઓટલા ઉપર બેસી કંઈક લખતી હતી અને બીજા કેટલાક ઇસમો કંઇક લખાવતા હતા. પોલીસને જોઇને લખાવનાર ઇસમો ભાગી ગયા હતા…
અને લખનાર મહિલા ત્યાં જ પકડાઈ ગઈ હતી. પોલીસે કુલ રૂ.૩૧,૪૧૦ નો મુદ્દામાલ કબજે કરી રંજનબેન વિરુધ્ધ ગુનો નોંધીને અન્ય એક ઇસમ અનિલભાઇ સુકદેવભાઇ વસાવા (રહે.વંઠેવાડ તા.ઝઘડિયા)ને વોન્ટેડ જાહેર કરીને
તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના અનેક ગામોની અંદરમાં આંકડાઓના ધંધા બેફામ ફુલ્યા ફાલ્યા છે જેના કારણે સ્કૂલ માં જતા નાના બાળકો પણ આ લતમાં સપડાઈ ગયા છે તથા અનેક લોકો યુવાનો અને અશિક્ષિત લોકો વિના પરિશ્રમ વહેલી તકે રૂપિયા કમાવાની લાલચે આ માર્ગ ને અપનાવવા લાગ્યા છે ઝગડીયા તાલુકાના મોટા મુખ્ય મથકો હોય કે પછી નાના ગામડા બે રોકટોક જુગારના ધન્ધા ચાલી રહ્યા છે ડિજિટલ યુગમાં મોબાઈલ દ્વારા પણ આંકડાનો જુગાર મોટા પાયે રમાઈ રહ્યો છે ત્યારે આ બાબતે પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ઘરોની અંદરમાં ચાલતા આંકડાઓના હડ્ડા ઉપર રેડ કરી કાર્યવાહી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે..
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો