DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા અને ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ લઈ જતા બે મોટરસાયકલ ચાલકોને ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો…

Share to

ઝઘડિયા પોલીસે ખરચી નજીકથી તથા ઉમલ્લા પોલીસે અછાલીયા ગામ નજીકથી મોટરસાયકલ પર લઈ જતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઝઘડિયા તાલુકામાં ગતરોજ ઝઘડિયા પોલીસે અને ઉમલ્લા પોલીસે ખરચી અને અછાલિયા ગામ નજીકથી મોટરસાયકલ પર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસ ગતરોજ કોમ્બિંગ દરમિયાન મુલદ બ્રિજ નીચે હાજર હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે એક મોટરસાયકલ ઉપર ઝઘડિયા જીઆઇડીસી તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટરસાયકલ ઉપર લઈ ખરચી ગામ થઈ વિકાસ હોટલ તરફ જવાનો છે તેવી માહિતીના આધારે બાતમીવાળી જગ્યાએ ઝઘડિયા પોલીસે ખરચી ગામથી વિકાસ હોટલ વચ્ચે છૂટાછવાયા વોચ ગોઠવી હતી, બાતમી હકીકત વાળી મોટરસાયકલ આવતા પોલીસે તેમના પર ટોર્ચ મારતા તેમના પાસેની બેગમાં તપાસતા તેમાંથી વિસ્કીની બોટલ નંગ ૬ તથા બિયર નંગ ૪૩ મળી આવેલ. પોલીસે કુલ ૪૨,૫૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ઝઘડિયા પોલીસે આ બાબતે સુનિલ શાંતુ વસાવા, વિશાલ સુરેશ વસાવા બંને રહે. માંડવા તા. અંકલેશ્વર તથા મનીષ રહે. ડેડીયાપાડા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઉમલ્લા પોલીસ મથક માંથી મળતી માહિતી મુજબ આગામી રથયાત્રા અંતર્ગત તકેદારીના ભાગરૂપે ઉમલ્લા પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે જાંબોઇ ગામનો સંજય લક્ષ્મણ વસાવા અછાલીયા થી ઉમલ્લા તરફ મોટરસાયકલ પર એક ઈસમને બેસાડી વિદેશી લઈ દારૂ લઈ આવે છે, બાતમીના આધારે બાતમી વાળા સ્થળે વોચ ગોઠવી હતી. મોટરસાયકલ આવતા તેને ઊભી રાખવાનો ઈશારો કરતા પોલીસને દૂરથી જોઈને મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાયકલને સ્થળ ઉપર મૂકી અંધારાનો લાભ લઇ નાસી ગયેલો હતો, જેથી ઈ ગુજકોક સોફ્ટવેરમાં સર્ચ કરતા આ મોટરસાયકલ સંજય વસાવા રહે જાંબોઈ ની હોય અને મોટર સાયકલ ઉપર રહેલ પ્લાસ્ટિકના કોથળામાં જોતા તેમાં વિદેશી દારૂની ૧૨ નંગ બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨૧,૦૦૦ નો મુદ્દા માલ જપ્ત કરેલ ઉમલ્લા પોલીસે સંજય લક્ષ્મણ વસાવા રહેવ જાંબોઇ તા. ઝઘડિયા તથા એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


Share to